રબ ને નહીં રોબોને બનાયી જોડી

18 February, 2019 08:23 AM IST  |  ટોક્યો

રબ ને નહીં રોબોને બનાયી જોડી

રોબોઝે કરી મદદ

આપણે ત્યાં જોડીઓ ભગવાન બનાવે છે, પણ ટેક્નૉલૉજિકલી અત્યંત ઍડ્વાન્સ્ડ થઈ ગયેલા જપાનમાં હવે જોડીઓ પણ રોબો બનાવશે. થોડા સમય પહેલાં જપાનની રાજધાની ટોક્યોમાં સિંગલ છોકરા-છોકરીઓનો મેળાવડો થયો હતો. એમાં કેટલાક નાના-નાના રોબોઝ પણ હાજર હતા. જે છોકરા-છોકરીઓ એકબીજા સાથે વાતની શરૂઆત કરતાં શરમાતાં હોય તેમની વચ્ચે આ રોબો વાતચીતની શરૂઆત કરાવી આપતા હતા. આ લગ્નમેળામાં ૨૫થી ૩૯ વર્ષના લગભગ ૨૮ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ ટોક્યોમાં આવેલી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સ ટેãક્નક પર સંશોધન કરતી એક કંપનીએ ઑર્ગેનાઇઝ કર્યો હતો. આયોજકનું કહેવું હતું કે રોબો એવા લોકોની બહુ સારી મદદ કરી શકે છે જે પોતાનાં લગ્નની વાત કરવામાં શરમાઈ રહ્યા છે. આ ઇવેન્ટમાં ભાગ લેનારાં યુવક-યુવતીઓને કાર્યક્રમની શરૂઆતમાં જ ૪૫ અલગ-અલગ વિષયો પર સવાલ પૂછવામાં આવ્યા હતા. એમાં તેમની ઇચ્છા, શોખ, જૉબનું ક્ષેત્ર જેવી પ્રાથમિક માહિતી સામેલ હતી. આ માહિતી ટચૂકડા રોબોઝમાં અપલોડ કરવામાં આવી હતી. આ જાણકારીના આધારે રોબોએ તમામ લોકોની એક નાનકડી ઇન્ટ્રોડક્શન પણ તૈયાર કરેલી. છોકરાઓની માહિતી છોકરીઓ સુધી અને છોકરીઓની માહિતી છોકરાઓ સુધી પહોંચાડવાનું કામ પણ રોબોએ જ કર્યું. 

આ પણ વાંચોઃ 10 રૂપિયાની સાડીના સેલ માટે મહિલાઓ તૂટી પડતાં કોઈકના હાથ-પગ ભાંગ્યા તો કોઈકનું પર્સ ખોવાઈ ગયું

આ માત્ર ઓળખાણ પૂરતું જ સીમિત નહોતું. આ ઇવેન્ટમાં રોબોના મૅચ-મેકિંગ દ્વારા ચાર કપલ પણ બન્યાં. આપણે ત્યાં જેને લગ્નોત્સુક મેળો કહેવાય છે એ જપાનમાં કોનકાત્સુ તરીકે ઓળખાય છે. જપાનમાં પણ મૅચમેકિંગ ઇવેન્ટ્સ તો ઘણી થાય છે, પણ રોબો દ્વારા મૅચમેકિંગ થાય એવી આ પહેલી ઘટના હતી.

offbeat news hatke news