પર્યટકોને આકર્ષવા માટે વીસ કરોડના ખર્ચે થશે જલિયાંવાલા બાગનું રિનોવેશન

02 January, 2020 10:57 AM IST  |  Amritsar

પર્યટકોને આકર્ષવા માટે વીસ કરોડના ખર્ચે થશે જલિયાંવાલા બાગનું રિનોવેશન

જલિયાવાલા બાગ

અંગ્રેજોએ જ્યાં અમાનવીય સિતમ ગુજારેલો એ અમૃતસરના જલિયાવાલા બાગને નવું કલેવર આપીને ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. હાલમાં પર્યટકો બાગના સીમિત વિસ્તારને જ જોઈ શકે છે, પરંતુ હવે અહીં સવારે નવથી રાતના નવ વાગ્યા સુધી ખુલ્લું રહેતું શહીદસ્થળ જોવા મળશે. એમાં મ્યુઝિકલ ફાઉન્ટન, ચાર ગૅલેરીઝ, સ્પેશ્યલ લાઇટિંગ, થ્રીડી થિયેટર અને લાઇટ ઍન્ડ સાઉન્ડ શો શરૂ થશે. આ બધા પાછળ વીસ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે. ભારતની સ્વતંત્રતાના અત્યંત કરુણ ઇતિહાસને હવે લોકો અલગ અંદાજમાં જોશે.

offbeat news hatke news national news