બોલો, બે વર્ષના આ બાળકને અપહરણકાર પાસેથી છોડાવ્યું તો ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડ્યું

31 August, 2024 01:48 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

જયપુરમાં હૃદયસ્પર્શી ઘટના બની હતી. ૧૪ મહિનાથી અપહૃત બાળક સાથે ભાગતા-ફરતા અપહરણકારને પોલીસે પકડી લીધો હતો. બે વર્ષના બાળકને પોલીસ-કર્મચારીએ અપહરણકાર પાસેથી છોડાવ્યું પરંતુ બાળકને છૂટવું નહોતું.

બોલો, બે વર્ષના આ બાળકને અપહરણકાર પાસેથી છોડાવ્યું તો ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડ્યું

જયપુરમાં હૃદયસ્પર્શી ઘટના બની હતી. ૧૪ મહિનાથી અપહૃત બાળક સાથે ભાગતા-ફરતા અપહરણકારને પોલીસે પકડી લીધો હતો. બે વર્ષના બાળકને પોલીસ-કર્મચારીએ અપહરણકાર પાસેથી છોડાવ્યું પરંતુ બાળકને છૂટવું નહોતું. તે આરોપીને ચોંટીને ધ્રુસકે-ધ્રૂસકે રડવા માંડ્યું. માંડ-માંડ પોલીસે તેને તેડી લીધું અને માતાને સોંપી દીધું. એ સમયે અપહરણ કરનારની આંખ પણ ભીની થઈ ગઈ હતી. વાત એમ હતી કે ઉત્તર પ્રદેશ પોલીસના હેડ કૉન્સ્ટેબલ તનુજ ચાહર ફોઈની દીકરી બહેનને એકતરફી પ્રેમ કરતો હતો. બહેનને પ્રેમની અનુભૂતિ કરાવવા તેણે પોતાના જ ભાણેજ કુક્કુ ઉર્ફે પૃથ્વીનું ૧૪ મહિના પહેલાં ૨૦૨૩ની ૧૪ જૂને અપહરણ કર્યું હતું અને ત્યારે કુક્કુ ૧૧ મહિનાનો હતો. તનુજે કુક્કુને બહુ પ્રેમથી સાચવ્યો, રમકડાં-કપડાં લઈ દીધાં હતાં. પોલીસ બન્નેને શોધવાના પ્રયાસ કરતી હતી, ઇનામ પણ રાખ્યું હતું, પરંતુ ભાળ નહોતી મળતી. છેવટે તનુજ કુક્કુને લઈને વૃંદાવનમાં સાધુવેશમાં રહેતો હોવાની પોલીસને ખબર પડી. પોલીસ પણ સાધુ બની ગઈ અને તનુજને બાળક સાથે ઝડપી લીધો હતો.

offbeat news jaipur Crime News national news india