પૃથ્વીની આટલી નજીકથી પસાર થયેલો ધૂમકેતુ

12 July, 2020 09:08 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

પૃથ્વીની આટલી નજીકથી પસાર થયેલો ધૂમકેતુ

ધૂમકેતુ

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનૉટિકલ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા)ના નિયોવાઇઝ ઇન્ફ્રા રેડ સ્પેસ ટેલિસ્કોપમાં નવો ધૂમકેતુ જોવા મળ્યો હતો. પૃથ્વી પાસે આવી રહેલા ધૂમકેતુને પણ નિયોવાઇઝ નામ આપવામાં આવ્યું છે. પૃથ્વીના ઉપરના ગોળાર્ધમાં દેખાયેલો અત્યંત તેજસ્વી નિયોવાઇઝ ગયા અઠવાડિયે બુધ ગ્રહની ભ્રમણકક્ષા પાસે જોવા મળ્યો હતો. એ ધૂમકેતુ સૂર્યની નજીકથી પસાર થતાં રજકણોનાં વાદળ, અગ્નિ અને વાયુના ગોળા પેદા થતાં એનો ઘણો ભાગ તૂટી-બળી ગયો હતો. એ કાટમાળ પણ પડી રહ્યો છે. બે અઠવાડિયાંમાં એ ધૂમકેતુ પૃથ્વીની નજીક પહોંચે એવી શક્યતા છે. ઑગસ્ટના બીજા કે ત્રીજા અઠવાડિયામાં સૌર મંડળ તરફ વળતી ગતિ વેળા પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં એ ધૂમકેતુ જોવા મળે એવી શક્યતા છે. એ ધૂમકેતુની ભીતર ૪.૬ અબજ વર્ષો પૂર્વે સૌર મંડળની રચના વેળાના કાળા પદાર્થો જોવા મળે છે. કૅલિફૉર્નિયાના પાસાડેના ખાતેની નાસાની જેટ પ્રોપલ્શન લૅબોરેટરીમાં ટેલિસ્કોપના ડેપ્યુટી પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર જો મસેરો તો ધૂમકેતુ પૃથ્વીની આટલી નજીકથી પસાર થવાની ઘટના માટે બીજાં ૭૦૦૦ વર્ષ રાહ જોવી પડે એમ હોવાનું માને છે. 

international news offbeat news