ઠંડી એટલી કે નો પાર્કિંગ ઝોનમાં થીજેલાં પૅન્ટ ઊભાં રહી ગયા

12 February, 2021 08:57 AM IST  |  Chica | Gujarati Mid-day Correspondent

ઠંડી એટલી કે નો પાર્કિંગ ઝોનમાં થીજેલાં પૅન્ટ ઊભાં રહી ગયા

સોશ્યલ મીડિયા પર અણધારી અને તાર્કિક રીતે ન સમજાય એવી ઘટનાઓના વિડિયો પણ વાઇરલ થાય છે. સોશ્યલ મીડિયાની વેબસાઇટ્સની કેટલીક પોસ્ટ્સ તો લગભગ વર્ચ્યુઅલ અજાયબ ઘર જેવી હોય છે, પરંતુ રાબેતા મુજબની કુદરતી ઘટનાઓની અસર પણ વિસ્મયનો વિષય બને છે. ટ્વિટર પર કેટલીક તસવીરો ફરી રહી છે જેમાં ઊભા પૅન્ટ્સ કોઈ સહારા વિના એમ જ ઊભા રહી ગયા છે. અમેરિકાના શિકાગો શહેરમાં અનેક ઠેકાણે આવાં ફ્રોઝન પૅન્ટ્સ ઊભાં કરી દેવામાં આવ્યાં છે. જાણે કોઈ ભૂત કે મેનિકિન (કપડાંના પ્રદર્શનનું પૂતળું) ઊભું હોય એ રીતે પૅન્ટ્સ રોડની સાઇડમાં નો પાર્કિંગની જગ્યાએ ઊભાં જોવાં મળ્યા હોવાથી આ આવ્યા ક્યાંથી એ બાબતે લોકોમાં જબરી ઉત્સુકતા જાગી છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરનારા ઍડમ સેલ્ઝરે લખ્યું કે સખત ઠંડીની મોસમમાં પૅન્ટને ચોક્કસ આકારમાં લાવવા માટે ૨૦ મિનિટ તમારે પકડીને ઊભું રહેવું પડે. એ પછી બીજી ૨૦ મિનિટમાં એ જામીને મસ્ત કડક થઈ જાય છે. 

offbeat news international news chica