બીચ પર જાણે ‘બેબી ડાયનોસૉર્સ’ દોડ્યાં?

10 May, 2022 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયોમાં લાંબી ડોક ધરાવતાં ડાયનોસૉરની પ્રજાતિનાં હોય એવાં સોરોપૉડ્સ જેવાં દેખાતાં નાનાં પ્રાણીઓ દરિયા તરફ દોડી જતાં જોવા મળે છે.’  

બીચ પર જાણે ‘બેબી ડાયનોસૉર્સ’ દોડ્યાં?

સોશ્યલ મીડિયા પર તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં ‘બેબી ડાયનોસૉર’નું એક જૂથ બીચ પર દોડી રહેલું જોઈ શકાય છે. બ્યુટેન્જેબીડેન દ્વારા ટ્વિટર પર શૅર કરાયેલા આ વિડિયોની કૅપ્શનમાં લખાયું છે, ‘આ પ્રાણીને જોઈને થોડી ક્ષણ માટે હું શૉક થઈ ગયો હતો. વિડિયોમાં લાંબી ડોક ધરાવતાં ડાયનોસૉરની પ્રજાતિનાં હોય એવાં સોરોપૉડ્સ જેવાં દેખાતાં નાનાં પ્રાણીઓ દરિયા તરફ દોડી જતાં જોવા મળે છે.’  
લગભગ ૧૪ સેકન્ડના આ વિડિયોએ ટ્વિટર-યુઝર્સને મૂંઝવણમાં મૂક્યા છે. જોકે કેટલાકે તરત ઓળખી બતાવ્યું કે આ ડાયનોસૉર નથી, પરંતુ કોટીમુન્ડીસ તરીકે ઓળખાતાં પ્રોસાયનીડ પરિવારનાં કોટિસ છે. કોટિસ મૂળ સાઉથ અમેરિકા, મધ્ય અમેરિકા, મેક્સિકો અને સાઉથ વેસ્ટર્ન યુનાઇટેડ સ્ટેટ્સનાં વતની એવાં પ્રાણીઓ છે. ટ્વિટર પર આ વિડિયોને અત્યાર સુધી ૯૮ લાખ વ્યુઝ અને ૪૭,૦૦૦ લાઇક્સ મળી છે. 
પુખ્ત કોટિસની માથાથી પૂંછડીના છેડા સુધીની લંબાઈ ૩૩થી ૬૯ સેન્ટિમીટર (૧૩થી ૨૭ ઈંચ) સુધીની, ખભા સુધીની ઊંચાઈ લગભગ ૩૦ સેન્ટિમીટર (૧૨ ઇંચ) તથા વજન બેથી ૮ કિલો (૪.૪ અને ૧૭.૬ પાઉન્ડ) હોય છે. 

offbeat news