માણસ કરતાં મોટો ઉંદર હોય ખરો?

25 September, 2020 08:43 AM IST  |  Mumbai | Mumbai correspondent

માણસ કરતાં મોટો ઉંદર હોય ખરો?

માણસ કરતાં મોટો ઉંદર હોય ખરો?

ઉંદરની સાઇઝ કેટલી હોય? ભારતમાં તો વધુમાં વધુ એકાદ ફૂટ લાંબા ઉંદર આપણે જોયા છે, પરંતુ મેક્સિકોમાં અતિશય જાયન્ટ્સ ઉંદરો હોય છે. અહીં ભૂંડની સાઇઝનાં ઉંદર હોવાનું સામાન્ય છે. આવાં ઉંદરોને લોકો પાળે પણ છે. જોકે તાજેતરમાં મેક્સિકોના એક નાળામાંથી એક ઉંદર મળી આવ્યો છે એની સાઇઝ જોઈને ભલભલા ભડવીરો પણ ડરી ગયા. વાત એમ છે કે નાળાની સફાઈ ચાલી રહી હતી ત્યારે મજૂરોને માણસની સાઇઝ કરતાં પણ મોટો ઉંદર મળી આવ્યો. આ ઉંદર એટલો મોટો છે કે એની પાસે ઊભેલા માણસો પણ એની સામે ચૂહા જેવા લાગે છે. સોશ્યલ મીડિયામાં આ ઉંદરની તસવીરો પણ ખૂબ ફરી રહી છે, જોકે અહીં એક વાતની સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે કે જ્યારે કામગારોએ ઉંદરને નાળામાંથી બહાર કાઢ્યો ત્યારે જ ખબર પડી ગયેલી કે આ અસલી ઉંદર નથી, પરંતુ તાજેતરમાં જ ઉજવાયેલા હેલોવીન ફેસ્ટિવલ માટે બનાવવામાં આવેલો નકલી રૅટ છે. ભૂલથી એ નાળામાં પડી ગયેલો.
એવલિન નામની એક કન્યાએ આ ઉંદર પોતાનો હોવાનો દાવો કરીને તેણે હેલોવીન માટે આ બનાવ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. તેનું કહેવું છે કે આ નકલી ઉંદર તેના ઘરે કેટલાક વર્ષોથી હતો. જોકે હવે નાળામાં પડીને ગંદા થઈ ગયેલા નકલી ઉંદરને રાખવો કે નહીં એ હવે એવલિન માટે મોટો સવાલ છે.

international news national news offbeat news