૩૨ પૈડાંવાળા સૂટ સાથે ૧૨૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોટ મૂકી

09 March, 2020 12:45 PM IST  |  Mumbai Desk

૩૨ પૈડાંવાળા સૂટ સાથે ૧૨૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોટ મૂકી

આયર્નમૅન સ્ટાઇલનો 32 પૈડાંવાળો સૂટ

જીન ઇવ્સ બ્લૉન્દો નામના ફ્રાન્સના ૪૯ વર્ષના સાહસવીર શરીર પર ૩૨ પૈડાંવાળો આર્મર્ડ રોલર સૂટ પહેરીને ૧૨૫ કિલોમીટરની ઝડપે દોટ મૂકીને ઇન્ટરનેટ પર હિટ થઈ ગયા છે. દાયકાઓ સુધી ન્યુરો ઍનેટૉમીનો અભ્યાસ કરીને તેમણે રોલર સૂટ બનાવ્યો છે.

ઇન્ટરનેટ પર હિટ થયા પછી રોલરમૅન તરીકે જાણીતા થયા છે. પગ, ઘૂંટણ, પીઠ, પેટ અને હાથ પર પૈડાં ધરાવતું બૉડી આર્મર વિકસાવવા માટે તેઓ લાંબા વખતથી કાર્યરત છે.

૧૯૭૦માં જન્મેલા બ્લૉન્દોએ મૂળભત રૂપે પૅરિસની ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન સ્કૂલમાં ગ્રૅજ્યુએશન પ્રોજેક્ટ રૂપે રોલર સૂટ ડેવલપ કરવાનું શરૂ કર્યું હતું. એ રોલર સૂટ સાથે દોડવાના વિડિયોને ચીનના સોશ્યલ મીડિયા નેટવર્કમાં સાડાપાંચ કરોડ વ્યુઝ મળ્યા છે. બ્લૉન્દો જ્યારે ૩૨ પૈંડાંવાળો સૂટ પહેરીને દોડવાનો સ્ટન્ટ પર્ફોર્મ કરે છે ત્યારે એ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. બ્લૉન્દો ૧૯૯૦ના દાયકામાં પહેલી વખત આ રોલર સૂટ પહેરીને પૅરિસના રસ્તા પર પહોંચ્યો ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું.

international news offbeat news