મૃત માની કરી અંતિમક્રિયા, બહેન જીવતી નીકળી,અગ્નિસંસ્કાર કોના થયા?

27 April, 2020 04:30 PM IST  |  Ecuador | Gujarati Mid-Day Online Correspondent

મૃત માની કરી અંતિમક્રિયા, બહેન જીવતી નીકળી,અગ્નિસંસ્કાર કોના થયા?

કામનાં વધુ પડતા દબાણમાં હૉસ્પિટલે લોચો માર્યો હોય એમ લાગે છે.

ઇક્વાડોરમાં કોરોનાવાઇરસ સંક્રમિત એક દર્દીને લઇને અજબ સમાચાર મળ્યા. અહી એક મહિલાએ પોતાની બહેનનાં મૃતદેહનો અગ્નિ સંસ્કાર કર્યો અને એ ચોંકી ગઇ જ્યારે તેને ખબર પડી કે તેની બહેન જીવીત છે.

ગુઆયાક્વિલ શહેરમાં રેહતા આલ્બા મારુરીની ઉંમર 74 વર્ષ છે અને તેમને ભારે તાવ, શ્વાસની તકલીફ વગેરે થતા તેમને એબલ ગિલબર્ટ પોન્ટન હૉસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા. બિમારીનાં લક્ષણો કોરોના જેવા લાગતા ડૉક્ટરે ICUમાં દાખલ કર્યા. રોઇટર્સનાં રિપોર્ટ અનુસાર દર્દીની બહેન ઓરા મારુરીને હૉસ્પિટલે ફોન કરીને દુઃખદ સમાચાર આપ્યા કે તેમની બહેન આલ્બા ગુજરી ગઇ છે.કોરોના સંક્રમિત હોવાની શંકાને કારણે શબની બહુ નજીક નહીં જઇને જ અંતિમ સંસ્કાર કરાવની સૂચના અપાઇ. પરિવારે એ વાત બરાબર અનુસરી.તેમણે સગા સંબંધીઓમાં પણ આલ્બાની મૃત્યુના સમાચા પહોંચ્યાડ્યા પણ ત્યાં તો ઓરાને હૉસ્પિટલમાંથી ફરી ફોન આવ્યો કે તેમની બહેન આલ્બા તેમની સાથે વાત કરવા માગે છે.આ સાંભળી પહેલા તો ઓરાને લાગ્યું કે કોઇ તેમની સાથે મજાક કરી રહ્યું છે અને તે માનવા જ તૈયાર નહોતી પણ ત્યા તો અંતે બહેન આલ્બાએ તેની સાથે વાત કરી.

ફોન કૉલના થોડા કલાકો પછી, એક એમ્બ્યુલન્સ ઓરા મારૂરીના ઘરે આવી. એમ્બ્યુલન્સમાં ડોક્ટરની સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ હાજર હતો. તેણે આલ્બાના પરિવારની માફી માંગી અને કહ્યું કે ગેરસમજને લીધે તેણે આલ્બાના પરિવારને બીજા કોઈનો મૃતદેહ આપ્યો હતો. તો ઓરાનું કહેવું છે કે આ ઘટના પછી તેને ઉંઘ આવી નથી. તેઓ નથી જાણતા કે તેઓએ કોના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો. હાડકાં પણ ઘરમાં રાખવામાં આવ્યાં છે. બીજી તરફ, એબલ ગિલબર્ટ પોન્ટન હોસ્પિટલે તેની બેદરકારી માટે હજી સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી

international news ecuador offbeat news