બાર્સેલોનામાં ઑપેરા સંગીતની થઇ શરૂઆત, પણ જુઓ કાર્યક્રમમાં દર્શક કોણ છે?

24 June, 2020 07:00 PM IST  |  Barcelona | Gujarati Mid-Day Online Correspondent

બાર્સેલોનામાં ઑપેરા સંગીતની થઇ શરૂઆત, પણ જુઓ કાર્યક્રમમાં દર્શક કોણ છે?

તરીકે હૉલની 2,292 સીટ્સમાં છોડવાં મુકવામાં આવ્યા હતા અને યુસેલી ક્વોટ્રેટ દ્વારા યોજાયેલ સંગીતનો જલસો આ છોડવાંઓ માટે રજૂ થયો.

જ્યારે બાર્સેલોનાનું  (Barcelona) લિસેય (Liceu) ઑપેરા સોમવારે શરૂ થયું ત્યારે માર્ચનાં મધ્યથી બંધ રહેલા આ હોલમાં ફરી સંગીત ગુંજી ઉઠ્યું. કોરોનાવાઇરસને કારણે બધું જ બંધ થઇ ગયું હતું અને સ્વાભાવિક છે કે જાહેર કાર્યક્રમો પણ ન જ થાય. ઑપેરા એ વિદેશની એક ભવ્ય સંગીતમય પ્રસ્તુતી અને કલા છે. બાર્સેલોનાનું ગ્રાન્ડ થિએટર લિસેય ઑપેરા શોઝ માટે પ્રખ્યાત છે પણ સ્વાભાવિક છે કે રોગચાળાને પગલે અહીં કોઇ ઑડિયન્સ તો આવવાનું નથી. આવી સ્થિતિમાં પણ ઑપેરાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો પણ અહીં દર્શકો તરીકે હૉલની 2,292 સીટ્સમાં છોડવાં મુકવામાં આવ્યા હતા અને યુસેલી ક્વોટ્રેટ દ્વારા યોજાયેલ સંગીતનો જલસો આ છોડવાંઓ માટે રજૂ થયો. ગ્યાકોમો પૂચીનીની સૂરાવલી આ લીલાછમ દર્શકો માટે વગાડવામાં આવી.

 કોરોનાવાઇરસનાં સંકટ દરમિયાન બંધ પડેલા હૉલને ચેતનવંતો કરવો કોઇ નાની સુની વાત નહોતી. સંગીતની પ્રવૃત્તિ તરફ પાછા વળવા માટે એક નવો દ્રષ્ટિકોણ જરૂરી હતો અને કુદરત સાથેના આપણા સંબંધોનો મક્કમ કરવા માટે આનાથી સારો ઉપાય કંઇ જ નહોઇ શકે તેમ લિસેયનાં આર્ટિસ્ટિક ડાયરેક્ટર બ્લાન્કા ડે લા ટૉરેનું માનવું છે. આ બધા છોડવા આસપાસની લોકલ નર્સરીમાંથી લાવવામાં આવ્યા હતા અને એક એક છોડવાંને કલાકાર તરફથી પ્રમાણ પત્ર અપાશે તથા 2292 હેલ્થ કેર પ્રોફેશનલ્સને આ છોડવાં ડોનેટ કરાશે, જે હૉસ્પિટલ ક્લિનિક ઑફ બાર્સેલોનામાં કામ કરી રહ્યા છે. પેઢીએ વેઠેલા અણધાર્યા રોગચાળાને લઇને જે રીતે ડૉક્ટર્સ તથા મેડિકલ સ્ટાફે કામ કર્યુ છે માટે તેમને માટે આયોજકો કંઇ કરવા માગતા હોવાથી આ નિર્ણય લેવાયો છે.

international news offbeat news