મૉડલને શૉક, પોતાનાં જ નામ-દેખાવની સેક્સ-ડોલ

12 January, 2022 08:58 AM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

ડૉલ તેના જેવી જ દેખાતી હોય એવું કહીને કદાચ કંપની બચી જાત, પરંતુ અહીં તો તેણે ઇન્સ્ટાગ્રામના તેના નામ તેમ જ ફોટો બન્નેનો ઉપયોગ કર્યો હતો

મૉડલ, સેક્સ-ડોલ

ઇઝરાયલની એક જાણીતી ઇન્સ્ટાગ્રામ-મૉડલ યેલ કોહેન એરિસને જ્યારે ખબર પડી કે તેના નામની સેક્સ-ડૉલ પણ છે ત્યારે તેને આશ્ચર્ય સાથે આઘાત પણ લાગ્યો હતો. એક ચાઇનીઝ કંપની ડૉલ સ્ટુડિયો દ્વારા આ ડૉલ બનાવવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં તેની લોકપ્રિયતાનો ફાયદો કંપનીએ ઉઠાવ્યો હતો. આટલું ઓછું હોય એમ કંપનીએ સોશ્યલ મીડિયામાં મૂકેલા તેના ફોટોનો ઉપયોગ આ ડૉલના પ્રમોશન માટે પણ કર્યો હતો. 
ડૉલ તેના જેવી જ દેખાતી હોય એવું કહીને કદાચ કંપની બચી જાત, પરંતુ અહીં તો તેણે ઇન્સ્ટાગ્રામના તેના નામ તેમ જ ફોટો બન્નેનો ઉપયોગ કર્યો હતો. સેક્સ ડૉલ ઇન્ડસ્ટ્રી સામે મૉડલને કોઈ વાંધો નથી, પરંતુ તે ઇચ્છે છે કે આવું કંઈ પણ કરતાં પહેલાં તેની સંમતિ લેવી જરૂરી છે. આ ડૉલના વેચાણને અટકાવવા માટે મૉડલે કાયદાકીય સલાહ લેવાનું પણ શરૂ કર્યું છે. ત્યાર બાદ જ કોઈ વાત કંપની સાથે તે કરવા માગે છે.

offbeat news international news