અચાનક જ આ દેશની હવા થઈ લાલ રંગની ! જુઓ વીડિયો

26 September, 2019 09:49 AM IST  |  ઈન્ડોનેશિયા

અચાનક જ આ દેશની હવા થઈ લાલ રંગની ! જુઓ વીડિયો

Image Courtesy:BBC

સોશિયલ મીડિયા પર ઈન્ડોનેશિયાનો એક વીડિયો વઆીરલ થયો છે, જેમાં દેખાય છે કે અચાનક જ ઈન્ડોનેશિયામાં આકાશનો રંગ મંગળની જેમ કેસરી કેસરી થઈ ગઈ. એટલે સુધી કે જ્યાં જ્યાં નજર કરો ત્યાં ઘાટ્ટો કેસરી રંગ જ દેખાતો હતો. BMKG એજન્સીએ પણ સેટેલાઈટ ઈમેજ દ્વારા આ ઘટનાના ફોટોઝ જાહેર કર્યા છે. પહેલી નજરે જોવામાં તો કોઈ ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટ લાગે છે, પરંતુ લોકોનું કહેવું છે કે ફક્ત હવા જ ઘાટ્ટા કેસરી રંગની નહોતી થઈ, તેની સાથે સાથે આંખો બળવા લાગી હતી તો ગળામાં પણ દર્દ થતું હતું.

ઈન્ડોનેશિયાના હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આગને કારણે ધૂમાડો નીકળવાથી આવું થયું છે. જેની સૌથી મોટી અસર ઈન્ડોનેશિયાના જાંબી વિસ્તારમાં થઈ છે. અહીં રહેતા લોકો વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

ટ્વિટર યુઝર જૂની શોફી યતુન નિશાને પણ પોતાના હેન્ડલ પરથી આવો એક વીડિયો શૅર કર્યો છે. વીડિયો શૅર કરવાની સાથે તેણે લખ્યું છે,'આ મંગળ નથી, જાંબી છે. અમારે જીવતા રહેવા માટે તાજી હવાની જરૂર છે, ઝેરીલા ધુમાડાની નહીં.'

કેમ અચાનક લાલ રંગ ફેલાયો ?

ઈન્ડોનેશિયાના હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે લાલ રંગ જંગલમાં ફેલાયેલી આગને કારણે છે. ઈન્ડોનેશિયામાં છેલ્લા 8-9 મહિનાથી જંગલોમાં ક્યાંકને ક્યાંક આગ લાગી રહી છે. બીબીસીના રિપોર્ટ પ્રમાણે અહીં 3,28,724 હેક્ટર વિસ્તારમાં આગ લાગી ચૂકી છે. આ લાલ રંગ એ જ આગના ધૂમાડાની અસર છે.

હવામાન વિભાગે ગણાવ્યું રેલે સ્કૈટરિંગ

હવામાન વિભાગ પ્રમાણે આ ઘટનાને રેલે સ્કેટરિંગ કહેવાય છે. જેને કારણે પ્રકાશના કિરણો ફેલાવાથી રંગ ફેલાય છે. આકાશનો રંગ ત્યારે ત્યારે બદલાય છે, જ્યારે ધૂમાડામાં રહેલા પાર્ટિકલ્સ પર વધુ પ્રકાશ પડે. એટલે કે આ પાર્ટિકલ્સ પર સૂરજના કિરણ પડે અને તે રિફ્લેક્ટ થાય તો આવી ઘટના બને છે 

indonesia offbeat news hatke news