ઈન્ડોનેશિયા : 'ફળ' બની ગયું સેલિબ્રિટી, સેલ્ફી લેવા ટોળે વળ્યા લોકો

01 February, 2019 05:50 PM IST  | 

ઈન્ડોનેશિયા : 'ફળ' બની ગયું સેલિબ્રિટી, સેલ્ફી લેવા ટોળે વળ્યા લોકો

જે-ક્વીન ફળ

"આમદની અઠન્ની, ખર્ચા રૂપૈયા" કંઈક આવો જ હાલ છે ઈન્ડોનેશિયાનો. તે પણ એક ફળ માટે. જોવામાં તો આ ફળ સામાન્ય જેકફ્રુટ જેવું દેખાય છે, પણ તેની કિંમતે તેને ખાસ બનાવી દીધું છે. આ એક ફળની કિંમત કેટલી હશે ? શું ધારો છો. ? 4 રૂપિયા 10 રૂપિયા 50 કે 100 રૂપિયા. અરે ભૈ આ ફ્રૂટ 1000 ડૉલરનું છે.

ચોંકી ગયા ને, પણ અહીં ભારતીય જેકફ્રુટની વાત નથી, પણ ઈન્ડોનેશિયાના જેકફ્રુટ જેવું જ આ ફળ ખૂબ જ ખાસ છે. તેથી જ આ એક ફળ માટે 1000 ડૉલર સુધીની કિંમત ખુશી-ખુશી ચૂકાવી રહ્યાં છે. સ્થાનિક ભાષામાં આ ફળને જે-ક્વીન કહેવાય છે. ખાસ પ્રકારના સ્વાદને લઈને એશિયાના કેટલાય ભાગોમાં આ પ્રખ્યાત છે. અહીંના મધ્ય જાવામાં ઉત્પન્ન થતી પ્રજાતિના ફળને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

હકીકતે ગયા સીઝનમાં ફળનું ઉત્પાદન ઘટ્યું છે પણ એક નવા ખાતરના ઉપયોગને કારણે આ વખતે ફળની પેદાશ ખૂબ જ સારી થઈ છે. આ ફળ પાકી ગયા પછી તેની ગંધ અસહ્ય હોય છે, જો કે દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં એરપોર્ટ, સાર્વજનિક વાહનવ્યવહાર અને હોટલ વગેરેમાં આ ફળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હવે ખાસ વાત એ કે, આ ફળની કિંમત કદાચ ચૂકવવા લોકો તૈયાર પણ થઈ જાય. પરંતુ ઈન્ડોનેશિયાના લોકોની વ્યક્તિદીઠ સરેરાશ આવક મહિને માત્ર 13,562 રૂપિયા છે. તેમ છતાંય દેવું કરીને ઘી પીવાની માફક લોકો આ મોંઘુ ફળ ખરીદવા દોડાદોડી કરી રહ્યાં છે.

ફળની સાથે લેતા સેલ્ફી

ઈન્ડોનેશિયામાં વેચાતું જે-ક્વીન ફળ એટલું બધું મહત્વનું છે તેનું કારણ એ છે કે તેની કિંમત ત્યાંના વ્યક્તિદીઠ સરેરાશ આવક કરતાં ઘણી વધારે છે. એવામાં ઘણા લોકો માટે આ ફળને ખરીદી શકવાની સંભાવના ન હોય. તેથી જ મૉલમાં લોકો માત્ર આ ફળને જોવા અને તેની સાથે સેલ્ફી પડાવવા માટે જઈ રહ્યા છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાઃ જ્યારે કુદરતી ક્રિયા દરમિયાન કમોડમાંથી નીકળ્યો સાપ

ભઈ અમને તો આ વાંચીને વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈના અજય દેવગણ યાદ આવી ગયા. યાદ છે ને તે ફિલ્મમાં કંગના રનૌતને ગિફ્ટ આપવા માટે 4 રૂપિયાનું પેરુ 400 રૂપિયામાં ખરીદે છે!

indonesia offbeat news