મોબાઇલની લત છોડાવવા માટે મરઘાં ઉછેર કરાવાય છે

22 November, 2019 09:53 AM IST  |  Indonesia

મોબાઇલની લત છોડાવવા માટે મરઘાં ઉછેર કરાવાય છે

મરઘાં

સ્માર્ટફોને બાળકો અને ટીનેજર્સનું બાળપણ છીનવી લીધું છે એમ કહીએ તોય ચાલે. કેમ કે વિશ્વના કોઈ પણ ખૂણે વસતા કિશોર-કિશોરીઓને મોબાઇલનું જબરું ઘેલું લાગેલું છે, પણ ઇન્ડોનેશિયામાં આ માટે એક અળવીતરો પણ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ થઈ રહ્યો છે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ૧૫૦ કિલોમીટર દૂર આવેલા બાન્ડુંગમાં એક હાઈ સ્કૂલે સ્ટુડન્ટ્સની મોબાઇલની લત છોડાવવા માટે મરઘીઓનો ઉપયોગ કર્યો છે. સ્કૂલમાં લગભગ ૨૦૦૦ જેટલાં મરઘીનાં બચ્ચાં લાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : નવ કિલોની આ બિલાડીને હાલમાં ડાયટિંગ કરાવવામાં આવી રહ્યું છે

હથેળીમાં સમાઈ જાય એવું એક બચ્ચું દરેકને સંભાળ રાખવા માટે આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયાને ચિકનીસેશન નામ આપવામાં આવ્યું છે. સ્કૂલવાળાઓને એવું લાગી રહ્યું છે કે સ્માર્ટફોન છોડાવવાની પ્રક્રિયામાં આ મરઘીનાં બચ્ચાં સાથે બાળકોની એન્ગેજમેન્ટ ઘણું અસરકારક નીવડશે.

indonesia jakarta offbeat news hatke news