ભારતના આર્મ રેસલિંગ ચૅમ્પિયન રાહુલ પનીકરે વિશ્વના સૌથી મજબૂત બૉડી-બિલ્ડ

10 January, 2021 09:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતના આર્મ રેસલિંગ ચૅમ્પિયન રાહુલ પનીકરે વિશ્વના સૌથી મજબૂત બૉડી-બિલ્ડ

૭૦ કિલો વર્ગમાં આવતા નૅશનલ આર્મ રેસલિંગ ચૅમ્પિયન રાહુલ પનીકરે વિશ્વમાં સૌથી મજબૂત મનાતા બૉડી-બિલ્ડર લેરી વ્હીલ્સને હરાવીને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દુબઈમાં યોજાયેલી સુપર મૅચમાં રાહુલને સહેલાઈથી વિજય મળ્યો નહોતો. પહેલા બે રાઉન્ડમાં હારી જતાં હતાશ થયા વગર ત્રીજા રાઉન્ડમાં રાહુલે બાજી પલટી નાખી હતી. રાહુલ પનીકરે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર આ વિડિયો પોસ્ટ કર્યો હતો. 

રાહુલના પિતા અને ચાર કાકા બૉડી-બિલ્ડર અને કુસ્તીના ક્ષેત્રમાં ઘણા વખતથી સક્રિય છે. રાહુલ દસમા ધોરણમાં હતો ત્યારે તેણે આર્મ રેસલિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું અને બારમા ધોરણમાં હતો ત્યારે તેણે જિલ્લા સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો હતો. એ સ્પર્ધામાં ઇનામ ન મળ્યું, પરંતુ ત્યાર પછી ૧૦ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં છ ચંદ્રક જીતી ચૂક્યો છે.

offbeat news national news