એક ભારતીય અબજોપતિ યુગલ વિયેટનામમાં ૪૭ કરોડ રૂપિયાના ખર્ચે લૅવિશ લગ્ન કરશે

11 August, 2026 04:02 PM IST  |  Hanoi | Gujarati Mid-day Correspondent

વિયેટનામના ન્હા ટ્રાંગમાં ભારતીય અબજોપતિ યુગલના પાંચ દિવસીય ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૪૦૦થી વધુ મહેમાનો માટે યોજાનારા આ લગ્નમાં અંદાજે ૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

તસવીર સૌજન્ય એઆઈ

વિયેટનામના ન્હા ટ્રાંગ શહેરમાં એક ભારતીય અબજોપતિ યુગલનાં શાનદાર અને લક્ઝુરિયસ લગ્નનો જલસો પ્લાન થઈ રહ્યો છે. પાંચ દિવસના આ લગ્નસમારંભમાં ૧૪૦૦થી વધુ મહેમાનો હાજર રહેવાના છે. વિયેટનામના કોસ્ટલ સિટીના રિસૉર્ટમાં થનારાં આ લગ્નમાં તમામ ટ્રેડિશનલ વિધિઓ, રિસેપ્શન અને એન્ટરટેઇન્મેન્ટ શોઝ યોજાશે. ભારતીય અબજોપતિ પરિવારના આ સુપર લક્ઝુરિયસ વેડિંગમાં લગભગ ૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત છે. એના માટે વિયેટનામના કલ્ચર, સ્પોર્ટ્‍સ અને ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના લીડરે આ લગ્ન વિશે કહ્યું હતું કે આ લગ્નના આયોજન થકી લગભગ ૬૦૦ લોકોને રોજગાર મળશે.  ડિસેમ્બર મહિનામાં આ લગ્ન હશે. ભારતથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં મહેમાનોને વિયેટનામ લાવવામાં આવશે. મહેમાનો રિસૉર્ટમાં ચાર રાત રોકાશે અને રોજ દિવસમાં બે મોટી ઇવેન્ટ્સ અને સેરેમની હશે. આ વિયેટનામનું અત્યાર સુધીનું સૌથી ગ્રૅન્ડ ઇન્ડિયન વેડિંગ હોવાનું મનાઈ રહ્યું છે. 

vietnam india viral videos offbeat news hatke news