ભારત પોતાની ફુટવેઅર સાઇઝિંગ સિસ્ટમ લાવવાની તૈયારીમાં : UK અને US સાઇઝની જગ્યા લેશે Bha

24 April, 2024 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિસ્ટમનો ફાયદો એ થશે કે ફુટવેઅર મૅન્યુફૅક્ચરર્સને હાલની ૧૦ સાઇઝ (ઇંગ્લિશ સિસ્ટમ) અને ૭ સાઇઝ (યુરોપિયન સિસ્ટમ)ને બદલે માત્ર ૮ ભારતીય સાઇઝ બનાવવાની રહેશે

ભારતીય સાઇઝિંગ સિસ્ટમ - Bha

૨૦૨૫માં ભારતની પોતાની ફુટવેઅર સાઇઝિંગ સિસ્ટમ લાગુ થાય એવી શક્યતા છે. ડિસેમ્બર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ દરમ્યાન ભારતીયોના પગની સાઇઝ વિશે સમગ્ર ભારતમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. ભારતીય સાઇઝિંગ સિસ્ટમને પ્રસ્તાવિત રીતે Bha એટલે કે ભારતના ‘ભ’થી ઓળખવામાં આવશે, જે હાલની UK-યુરોપિયન અને US સાઇઝિંગ સિસ્ટમની જગ્યા લેશે. આ સિસ્ટમનો ફાયદો એ થશે કે ફુટવેઅર મૅન્યુફૅક્ચરર્સને હાલની ૧૦ સાઇઝ (ઇંગ્લિશ સિસ્ટમ) અને ૭ સાઇઝ (યુરોપિયન સિસ્ટમ)ને બદલે માત્ર ૮ ભારતીય સાઇઝ બનાવવાની રહેશે અને હાફ સાઇઝની જરૂર રહેશે નહીં. એક ઍવરેજ ભારતીયના પગની સાઇઝ, પરિમાણ અને સંરચના સમજવા માટે ૩D ફુટ સ્કૅનિંગ મશીન તહેનાત કરવામાં આવ્યાં હતાં. સર્વેમાં એ પણ જાણવા મળ્યું હતું કે ભારતીયોના પગ યુરોપિયન કે અમેરિકનોની સરખામણીમાં વધુ પહોળા હતા. ઘણા ભારતીયો વધારે પડતા લાંબા, ચુસ્ત ફુટવેઅર પહેરે છે જે સંભવિત ઈજાનું કારણ બની શકે છે. તો પુરુષોએ શૂલેસ વધારે ટાઇટ બાંધી હોવાથી એ બ્લડ-ફ્લોને અસર કરે છે. ભારતીયો તેમના પગની વિશિષ્ટતા અનુસાર ફુટવેઅર ન પહેરતા હોવાથી ડંખ અને ઈજાની સમસ્યા થાય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અંદાજે ૫૦ ટકા કસ્ટમરે ઑનલાઇન શૂઝના ઑર્ડર કૅન્સલ કર્યા હતા. Bha સિસ્ટમથી યુઝર્સ અને ફુટવેઅર મૅન્યુફૅક્ચરર્સ બન્નેને ફાયદો થશે.

offbeat videos offbeat news social media united states of america united kingdom