આ પરિવારે પોતાનું પ્લેન બનાવવા ૧,૪૨,૨૭,૭૬૬ રૂપિયા ખર્ચ્યા

18 January, 2022 09:16 AM IST  |  Essex | Gujarati Mid-day Correspondent

પાઇલટનું લાઇસન્સ ધરાવતા ઇંગ્લૅન્ડના ઍસેક્સ રાજ્યના બિલેરિકે શહેરના અશોક એલિસેલીલે કહ્યું કે અમારા માટે આ એક નવું રમકડું છે તેમ જ ખૂબ રોમાંચક પણ છે

પરિવારનું પોતાનું પ્લેન

ડૂ ઇટ યૉરસેલ્ફ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૧૫૦૦ માનવકલાક અને ૧,૪૦,૦૦૦ પાઉન્ડ (૧,૪૨,૨૭,૭૬૬ રૂપિયા) ખર્ચ્યા બાદ ૩૮ વર્ષના અશોક એલિસેલીલ, તેની ૩૫ વર્ષની પત્ની અભિલાષા દુબે, દીકરીઓ તારા, સિક્સ અને દિયા તેમના પ્લેનને ઉડાડવા ઉતાવળાં બન્યાં છે. પાઇલટનું લાઇસન્સ ધરાવતા ઇંગ્લૅન્ડના ઍસેક્સ રાજ્યના બિલેરિકે શહેરના અશોક એલિસેલીલે કહ્યું કે અમારા માટે આ એક નવું રમકડું છે તેમ જ ખૂબ રોમાંચક પણ છે. તેની પત્ની અભિલાષાએ જણાવ્યું કે અશોક છેલ્લાં બે વર્ષથી આ પ્રોજેક્ટ પર ખૂબ મહેનત કરી રહ્યો છે અને હવે 
તેનો ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. અભિલાષાએ જણાવ્યું કે અમે હંમેશાં પોતાનું પ્લેન ઇચ્છતાં હતાં એથી પહેલા લૉકડાઉનમાં અમે પૈસાની બચત કરવાની શરૂઆત કરી અને ખાસી મોટી રકમની બચત કર્યા બાદ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. મારી દીકરીઓએ ઘણી વાર હવાઈ મુસાફરી કરી છે, પરંતુ તેમના પિતા પાઇલટ હોય એવી ફ્લાઇટમાં તેમણે ક્યારેય મુસાફરી કરી નથી. પોતાનું પ્લેન તૈયાર કર્યા બાદ પૂરો પરિવાર એકસાથે આકાશમાં ઊડશે એ ક્ષણ ઘણી યાદગાર રહેશે એમ જણાવતાં તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આગામી મહિનાઓમાં અમે આખા પરિવાર સાથે પ્રથમ વાર પ્લેન ઉડાડીશું એવી આશા છે. 

offbeat news international news united kingdom