માછલીમાં છુપાયેલી વસ્તુ શોધી બતાવો

22 September, 2022 10:42 AM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

ઇટલીના કલાકાર જોહાન્સ સ્ટોટર પોતાની પેઇન્ટિંગ સ્કિલ સાથે મનુષ્યને કોઈ પણ પ્રાણીમાં પરિવર્તિત કરવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે.

માછલીમાં છુપાયેલી વસ્તુ શોધી બતાવો

એક નજરે જોઈએ તો આ પાણીમાં તરતી રંગબેરંગી માછલી છે, પરંતુ ખરેખર એવું નથી. એ શું છે એ શોધવા માટે તમારી પાસે બાજ નજર હોવી જોઈએ. વિચિત્ર જેવી દેખાતી માછલી ખરેખર તો બૉડી પેઇન્ટ કરેલો મૉડલ છે. ઇટલીના કલાકાર જોહાન્સ સ્ટોટર પોતાની પેઇન્ટિંગ સ્કિલ સાથે મનુષ્યને કોઈ પણ પ્રાણીમાં પરિવર્તિત કરવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે. જોહાન્સ સ્ટોટરે કઈ રીતે એક મૉડલને માછલીમાં પરિવર્તિત કર્યો એનો એક વિડિયો પણ બનાવ્યો છે જેમાં મૉડલ એ રીતે બેસે છે જેને કારણે માછલીનો ભ્રમ બને છે. જોહાન્સે વરુ, કાચબો, ઘુવડ અને બટરફ્લાયની ઇમેજ પણ બનાવી છે. માછલીમાં છુપાયેલી વસ્તુ શોધી બતાવો

offbeat news viral videos italy rome international news