૫૧ અબજની યૉટ ઊડી પણ શકે છે

21 November, 2022 10:34 AM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

ઇટલીની ડિઝાઇન ફર્મ લેઝારિની દ્વારા હિ​લિયમ દ્વારા સંચાલિત ઊડતી સુપરયૉટની ડિઝાઇન બનાવવામાં આવી છે અને એને સુપર લાઇટ કાર્બન ફાઇબરમાંથી બનાવવામાં આવશે.

૫૦૦ ફુટની લંબાઈ ધરાવતી એક ઍર યૉટ

ભવિષ્યમાં ૫૦૦ ફુટની લંબાઈ ધરાવતી એક ઍર યૉટ હશે જે દરિયામાં તરવા ઉપરાંત આકાશમાં પણ ઊડી શકશે. વળી એના પર પોતાનો અલગ સ્વિમિંગ-પૂલ પણ હશે. ઇટલીની ડિઝાઇન ફર્મ લેઝારિની દ્વારા હિ​લિયમ દ્વારા સંચાલિત ઊડતી સુપરયૉટની ડિઝાઇન બનાવવામાં આવી છે અને એને સુપર લાઇટ કાર્બન ફાઇબરમાંથી બનાવવામાં આવશે. ફ્લોટિંગ બલૂનમાં હિલિયમ ગૅસ ભરેલો હોય છે. આ ઍર યૉટ હવામાં ૬૦ નૉટ એટલે કે પ્રતિ કલાક ૧૧૧ કિલોમીટરની ઝડપે ૪૮ કલાક સુધી મુસાફરી કરી શકે છે. ઍર યૉટ પાણીમાં પણ સરળતાથી તરી શકે છે.

હવામાં ઊડતી વખતે પરંપરાગત ફ્યૂઅલ આધારિત ઈંધણનો ઉપયોગ કરતા ઍરક્રાફટ કરતાં અલગ એ પ્રવાસીઓને ગ્રીન વિકલ્પ આપે છે. આ ઍર યૉટમાં વૈભવી યૉટની તમામ સુવિધાઓ છે, જેમાં વિશાળ ડાઇનિંગ રૂમ અને લિવિંગ સ્પેસનો સમાવેશ છે. એમાં એક હેલિપૅડ છે અને સાથોસાથ હેલિકૉપ્ટર પણ છે તેમ જ આઠ મીટરનો સ્વિ​મિંગ-પૂલ છે. ઍર યૉટમાં ફ્લોર-ટુ-સીલિંગ વિન્ડો છે, જે મહેમાનોને યૉટ ફ્લાઇટમાં હોય ત્યારે તેમની આસપાસનાં દૃશ્યો જોઈ શકે છે. ઍર યૉટના ૧૧ કૅબિનમાં ૨૨ મહેમાનોને સમાવી શકાય છે. ડિઝાઇન સ્ટુડિયો દ્વારા એની ચોક્કસ કિંમત હજી આપી નથી, પરંતુ એની કિંમત અંદાજે ૬૨૭ મિલ્યન ડૉલર (અંદાજે ૫૧ અબજ રૂપિયા) હશે. ફર્મ દ્વારા ઍર યૉટ ઉપરાંત ૬.૮ બિલ્યન પાઉન્ડ એટલે કે ૬૫૯ અબજ રૂપિયાના ખર્ચે ઍર ફ્લોટિંગ સિટીની યોજના બહાર પાડવામાં આવી છે. 

offbeat news italy rome international news