ક્વૉરન્ટીનના અંતની ખુશીમાં ઝેરીલા તળાવમાં ખાબકી રહ્યા છે અમુક હરખપદૂડાઓ

07 June, 2020 10:01 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

ક્વૉરન્ટીનના અંતની ખુશીમાં ઝેરીલા તળાવમાં ખાબકી રહ્યા છે અમુક હરખપદૂડાઓ

ક્વૉરન્ટીનના અંતની ખુશીમાં ઝેરીલા તળાવમાં ખાબકી રહ્યા છે અમુક હરખપદૂડાઓ

ઑક્સફર્ડશરમાં ચિનારમાં એક જૂની ખાણ ચિનોર રિવેરા કે બ્લુ લગૂન તરીકે ઓળખાય છે. અહીંનું ફિરોઝા રંગનું પાણી લોકોમાં પ્રિય સ્થાન બની ગયું છે. જોકે આ પાણી ખૂબ ઊંચી માત્રામાં મિનરલ્સ ધરાવતું હોવાથી ઝેરી અસર કરનારું છે. જોકે કોવિડ-19ના ક્વૉરન્ટીનનો અંત આવ્યા બાદ કેટલાક લોકો એટલા બેકાબૂ બની ગયા છે કે તેઓ નાનાં બાળકો સાથે અહીં મોજ કરવા આવે છે. ગયા અઠવાડિયે સ્થાનિક લોકોએ આ સ્થળ પર અનેક લોકોની હાજરી વિશે પોલીસને સતર્ક કર્યા હતા. આકર્ષક ફિરોઝા રંગનું પાણી હોવા છતાં આ ખાણમાં અનેક અત્યાધિક ક્ષારીય પદાર્થો હોવાથી એનાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
બાળકો સહિત અનેક પરિવારના લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરીને એક જૂની ચોકની ખાણ નજીક આવેલા ઝેરીલા તળાવમાં ઝંપલાવી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં આ લોકોને કોવિડિયટ્સ એટલે કે કોવિડ પછીના ઇડિયટ્સની ઉપાધિ અપાઈ છે.
આ પાણીમાં પીએચનું સ્તર ઊંચું હોવાથી એની નજીકમાં આ પાણીમાં પ્રવેશ ન કરવાનું જણાવતી તકતી પણ મૂકવામાં આવી છે. આ પાણીથી આંખમાં બળતરા, પેટની સમસ્યાઓ થઈ શકે છે એમ છે. વીક-એન્ડમાં પર્યટન સ્થળ તરીકે આ સ્થળ લોકોમાં પ્રિય બન્યું છે જેને કારણે ડ્રાઇવવે પર કાર પાર્ક કરી નશામાં ધૂત લોકોને આ સ્થળે આવતાં અટકાવવા શક્ય નથી. અહીં લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પણ પાલન કરતા નથી. એટલે સુધી કે આ ઝેરીલા તળાવ પર રેવ પાર્ટી યોજવાની અફવા પણ ઊડી રહી છે.

offbeat news national news international news