મધ્ય પ્રદેશના બેતુલના જંગલમાં ભેંસોએ ટીનેજરને રીંછના હુમલામાંથી બચાવ્યો

11 September, 2020 07:51 AM IST  |  Mumbai | Mumbai correspondent

મધ્ય પ્રદેશના બેતુલના જંગલમાં ભેંસોએ ટીનેજરને રીંછના હુમલામાંથી બચાવ્યો

મધ્ય પ્રદેશના બેતુલના જંગલમાં ભેંસોએ ટીનેજરને રીંછના હુમલામાંથી બચાવ્યો

મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લાના ભૈંસદેહી જંગલમાં બકરીઓ ચરાવવા ગયેલા દીપક નામના ૧૫ વર્ષના છોકરાને રીંછના હુમલામાંથી ભેંસોએ બચાવ્યો હતો. ભોપાલથી ૨૫૦ કિલોમીટર દૂર ઘોઘલ ગામના રહેવાસી દીપક સાથે મંગળવારે આ ગોઝારી ઘટના ઘટી હતી. બકરીઓ ચરાવવા લઈ ગયેલો દીપક જ્યાં ઊભો હતો એ દિશામાં એક માદા રીંછ અને એનું બચ્ચું પહોંચી ગયાં હતાં. રીંછના હુમલા મોટા ભાગે જીવલેણ નીવડતા હોવાથી દીપકે સાક્ષાત્ મોતનો સામનો કરવાની માનસિક તૈયારી કરી લીધી હતી, પણ એ જ વખતે વીસેક ભેંસોનું ટોળું રીંછ તરફ ધસી ગયું હતું. ભેંસોને જોઈને રીંછ અને એનું બચ્ચું પીછેહઠ કરીને રફુચક્કર થઈ ગયાં હતાં. દીપકને હાથ અને પગમાં ઉઝરડા પડ્યા હતા. હાલમાં તેને સ્થાનિક હેલ્થ સેન્ટરમાં સરકારી ખર્ચે સારવાર આપવામાં આવી રહી છે.

national news offbeat news madhya pradesh