ક્વૉરન્ટીનમાં રહીને આ ભાઈએ વેસ્ટ પડેલી ચીજોમાંથી બૅગપાઇપ બનાવી

30 March, 2020 09:18 AM IST  |  Mumbai Desk

ક્વૉરન્ટીનમાં રહીને આ ભાઈએ વેસ્ટ પડેલી ચીજોમાંથી બૅગપાઇપ બનાવી

લોકોને સતત ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે ત્યારે વર્ચ્યુઅલ ક્લાસિસ દ્વારા શિક્ષણ મેળવવા તરફ લોકો વળી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તેના ઘરે બનાવેલા બૅગપાઇપને વગાડવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. એમાંથી અસલી બૅગપાઇપ જેવો સૂર ભલે ન નીકળતો હોય, પણ પ્રયાસ સારો છે. એક મિનિટ લાંબા ચાલેલા આ વિડિયોને માય ક્વૉરન્ટીન પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે. આ બૅગપાઇપ કેટલાક રેકૉર્ડર, કચરાની બૅગ અને ટેપની મદદથી તૈયાર કરવામાં આવી છે. વિડિયોમાંનો માણસ ફૂંક મારીને થેલીને ફુલાવીને ફ્લુટ સેક્શન પર તેની આંગળીઓ ફેરવે છે. આ વિડિયોને અત્યાર સુધીમાં 59800 લાઇક્સ અને 1200 કમેન્ટ્સ મળી ચૂકી છે. આ બૅગપાઇપ બનાવનારા ભાઈના મ્યુઝિક-ટીચરે પોતાની ટિપ્પણીમાં કહ્યું છે કે મારા સ્ટુડન્ટ્સ રિમોટ લર્નિંગથી મારી પાસે મ્યુઝિક શીખી રહ્યો છે અને મને ખુશી છે કે તેઓ સારી રીતે શીખી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ અઘરું જરૂર છે, પણ આ પ્રકારના ક્રીએટિવ પ્રોજેક્ટ પર કામ કરાય તો એ ચોક્કસ તમારામાં છુપાયેલા કોઈ નવા જ પાસાને ઉભારવામાં મદદરૂપ થઈ શકે છે.

international news offbeat news coronavirus covid19