ન્યુ ઝીલૅન્ડમાં પવનને કારણે કુદરતી રીતે જ આવાં ઢળી પડેલાં વૃક્ષો ઊગે છે

21 June, 2020 11:03 AM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડમાં પવનને કારણે કુદરતી રીતે જ આવાં ઢળી પડેલાં વૃક્ષો ઊગે છે

ન્યુ ઝીલૅન્ડના સાઉથ આઇલૅન્ડમાં સાવ દક્ષિણના છેવાડે સ્લૉપ પૉઇન્ટ જાણીતો છે. એ જાણીતા સ્લૉપ પૉઇન્ટ પર વૃક્ષોની રચના આશ્ચર્યજનક છે. વિચિત્ર કહી શકાય એવી રચનામાં વૃક્ષોના થડમાં વળાંકો છે. ઢોળાવ અને ખેતરોમાંથી વહેતા પવનને કારણે વૃક્ષના થડને આંટી આવી હોય એ રીતે સ્પાઇરલિંગ વળાંક જોવા મળે છે. ત્યાં ઘેટાં-બકરાંને ચરવા લાવતા ભરવાડો તેમનાં પશુઓને આરામ કરવા માટે એ વૃક્ષના છાંયડામાં બેસાડે છે. દક્ષિણ ધ્રુવથી ૪૮૦૦ કિલોમીટર દૂર અને પૃથ્વીની મધ્યસ્થ રેખા વિષુવવૃત્તથી ૫૧૫૦ કિલોમીટર નીચેના એ સ્થળે પવનનો વેગ ઘણો હોય છે. એવો વેગવાન પવન અવારનવાર વહેતો હોય છે. એ પવન વૃક્ષોના વિકાસ અને આકાર પર પણ અસર કરે છે. દક્ષિણ ધ્રુવ તરફથી આવતા પવનો કોઈ પણ અવરોધ વગર ૩૩૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યા બાદ ન્યુ ઝીલૅન્ડની પેલી ઢોળાવવાળી ભૂમિ પર પહોંચે છે. એને કારણે વૃક્ષોનાં થડ હવે પવનની દિશામાં ઢળી ગયાં હોય એમ જ વધે છે. અવારનવાર વેગવાન પવન ફૂંકાતો હોવાથી એ વિસ્તારમાં કોઈ રહેતું નથી. એનો ઉપયોગ ફક્ત ઘેટાં-બકરાંના ચરાણરૂપે થાય છે.

international news offbeat news new zealand