કેરલામાં ૩૧૩ રિક્ષાચાલકોને મફત આપ્યું ૩ લિટર પેટ્રોલ

20 June, 2021 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પેટ્રોલ પમ્પ હાઇવે ૬૪ પર કર્ણાટકના સરદકાથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે. સવારે ૬.૩૦થી રાત્રે ૯.૩૦ વાગ્યા સુધીમાં લગભગ ૩૧૩ ઑટોરિક્ષાને મફત પેટ્રોલ આપવામાં આવ્યું હતું. 

કેરલામાં ૩૧૩ રિક્ષાચાલકોને મફત આપ્યું ૩ લિટર પેટ્રોલ

દેશમાં ઇંધણના ભાવ રૉકેટની ઝડપે ઊંચા જઈ રહ્યા છે, એવામાં સોમવારે સવારે ૬.૩૦ વાગ્યા પછી કેરલાના એક અંતરિયાળ ગામ કાસરગોડમાં પેરલાના કુડુકોલી સ્થિત પેટ્રોલ પમ્પ પર તમામ રિક્ષા-ડ્રાઇવરોને ત્રણ લિટર પેટ્રોલ મફત આપ્યું હતું. આ પેટ્રોલ પમ્પ હાઇવે ૬૪ પર કર્ણાટકના સરદકાથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે. સવારે ૬.૩૦થી રાત્રે ૯.૩૦ વાગ્યા સુધીમાં લગભગ ૩૧૩ ઑટોરિક્ષાને મફત પેટ્રોલ આપવામાં આવ્યું હતું. 
આ પેટ્રોલ પમ્પ અબુધાબીમાં સીએ તરીકે કામ કરનારા અબદુલ્લા મદુમુલેના નામે હતું, જેમણે લૉકડાઉન તેમ જ પેટ્રોલના વધતા જતા ભાવથી પરેશાન રિક્ષાચાલકોને રાહત આપવા માટે જ આ કામ કર્યું હતું, જેમાં બિઝનેસ પ્રમોશન જેવું કાંઈ નહોતું. સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત અનુક્રમે ૯૭.૭૦ રૂપિયા અને ૯૩.૧૧ રૂપિયા હતી, જે જોતાં એક દિવસમાં લગભગ એક લાખ રૂપિયાનું પેટ્રોલ મફત વિતરણ કરાયું હતું.

offbeat news national news kerala