તમે સામસામે બાલ્કનીમાં ટેનિસ રમ્યા છો?

19 March, 2020 08:57 AM IST  |  Mumbai Desk

તમે સામસામે બાલ્કનીમાં ટેનિસ રમ્યા છો?

ઇટલીમાં પોતાના ઘરમાં કેદ થયેલા લોકો રમે છે

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર વાઇરલ થયેલા એક વિડિયોમાં કોરોના વાઇરસને કારણે એકાંતવાસ ભોગવતા ઇટલિયનો સોશ્યલ ડિસ્ટન્સિંગની સૂચનાનું પાલન કરીને પણ જીવનને અનોખી રીતે માણી રહ્યા છે. થોડા દિવસો પહેલાં ઇટલીના નાગરિકો બાલ્કની અને બારીમાં ઊભા રહીને ગિટારવાદન અને ગાયન જેવી સંગીતની મોજ માણતા હોવાની તસવીરો સોશ્યલ મીડિયા પર વહેતી થઈ હતી. ત્યાર પછી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર સામસામી બારીઓ ધરાવતા બે જણ ટેનિસ રમતા હોવાનો ૨૪ સેકન્ડ્સનો વિડિયો લોકપ્રિય બન્યો છે. એ વિડિયોની પોસ્ટ નીચે લખવામાં આવેલી કમેન્ટ્સમાં એક જણે લખ્યું હતું કે ‘જીવન તમને લીંબુ આપે તો તમે લીંબુનું શરબત બનાવો.’

tennis news offbeat news international news italy