બ્રિટનમાં સરખા મત મળતાં કૉઇન ટૉસ કરીને હાર-જીત નક્કી થઈ

10 May, 2022 11:15 AM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

મિસ નિકોલ્સને હેડ્સ પસંદ કર્યું હતું, પરંતુ સિક્કો ટૉસ કર્યા બાદ પરિણામ ટેઇલ્સ આવતાં ટોમો ડેવિસની તરફેણમાં જીતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

બ્રિટનમાં સરખા મત મળતાં કૉઇન ટૉસ કરીને હાર-જીત નક્કી થઈ

બ્રિટનમાં હાલમાં એક વિચિત્ર ઘટના બની હતી. સ્થાનિક લેબર ઇલેક્શનમાં લાનફોઇસ્ટ ફાવર અને ગોવિલોન કાઉન્ટી માટે મિસ નિકોલ્સન અને ટોમો ડેવિસને એકસરખા ૬૭૯ મત મળતાં જીતનો નિર્ણય ટૉસ ઉછાળીને કરવામાં આવ્યો હતો. મિસ નિકોલ્સને હેડ્સ પસંદ કર્યું હતું, પરંતુ સિક્કો ટૉસ કર્યા બાદ પરિણામ ટેઇલ્સ આવતાં ટોમો ડેવિસની તરફેણમાં જીતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
આ વિચિત્ર પરિણામ વિશે મિસ નિકોલ્સને કહ્યું કે આમાં તેઓ કાંઈ કરી શકે એમ નથી. જો એકસરખા મત ન મળ્યા હોત તો આ રીતે સિક્કો ટૉસ કરવાનો વારો જ ન આવ્યો હોત. જોકે તેમણે ચૂંટણીના પરિણામની સરાહના કરી હતી અને તેમને માટે મત આપનાર મતદારોનો આભાર માન્યો હતો. 
દરમ્યાન લેબર ઇલેક્શનના ઇતિહાસમાં પ્રથમ વાર ૧૯૬૪માં પાર્ટીની રચના પછી વેસ્ટમિન્સ્ટર સિટીમાં મળેલી ઐતિહાસિક જીતની ઉજવણી કરવામાં આવી હતી. બીબીસીના અહેવાલ મુજબ લેબર પણ વેલ્સમાં સૌથી મોટી પાર્ટી છે, જે હવે કાઉન્ટીની ૨૨ કાઉન્સિલમાંથી ૮ને નિયંત્રિત કરે છે.

offbeat news