બ્રાઝિલમાં પાછળ ઢળેલા માથા સાથે જન્મેલો માણસ મોજથી જીવે છે

28 March, 2021 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્થ્રોગ્રિપોસિસ મલ્ટિપ્લેક્સિસ કન્જેનિટિયા’ની વ્યાધિ ધરાવતી વ્યક્તિના પગના સ્નાયુઓ જકડાયેલા હોય છે અને તેના હાથ પણ છાતી સાથે ચોંટેલા હોય છે. 

બ્રાઝિલમાં પાછળ ઢળેલા માથા સાથે જન્મેલો માણસ મોજથી જીવે છે

બ્રાઝિલના બાહિયા પ્રાંતનો રહેવાસી ક્લોડિયા વિલેરા દ ઑલિવેરાનું માથું જન્મથી પાછળની તરફ ઢળેલું છે. ગરદન પાછળ ઝૂકેલી હોય એટલે કે ગળું અને કરોડરજ્જુ પણ એવી સ્થિતિમાં હોય કે માથું ‘અપસાઇડ ડાઉન’ હોય, એ સ્થિતિને ‘આર્થ્રોગ્રિપોસિસ મલ્ટિપ્લેક્સિસ કન્જેનિટિયા’ નામે ઓળખવામાં આવે છે. ક્લોડિયાનો જન્મ થયો ત્યારે ડૉક્ટરોએ કહ્યું હતું કે ‘આ બાળક માંડ ૨૪ કલાક જીવશે.’ પરંતુ આજે ક્લોડિયા ૪૪ વર્ષની ઉંમરે સ્વસ્થતાપૂર્વક જીવે છે. ‘આર્થ્રોગ્રિપોસિસ મલ્ટિપ્લેક્સિસ કન્જેનિટિયા’ની વ્યાધિ ધરાવતી વ્યક્તિના પગના સ્નાયુઓ જકડાયેલા હોય છે અને તેના હાથ પણ છાતી સાથે ચોંટેલા હોય છે. 
ક્લોડિયોને દૃષ્ટિ અને શ્વાસોચ્છ્વાસની ક્રિયા ઉપરાંત ખાવા-પીવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. બાળપણમાં માતા પાસે ભણ્યો અને લખતાં-વાંચતાં શ‍ીખ્યો હતો. તેણે અન્યોને પ્રેરણારૂપ બનવા માટે જીવનકથા લખી છે અને એક ડીવીડી પણ પ્રકાશિત કરી છે. ક્લોડિયો ૨૦૦૦ના વર્ષથી મોટિવેશનલ સ્પીકર તરીકે પણ સક્રિય છે. એ ગરીબ-પછાત બાળકો માટેના ક્રિશ્ચિયન એજ્યુકેશનલ પ્રોજેક્ટમાં કામ કરે છે. ક્લોડિયો રોગચાળાનો પ્રકોપ ઘટે ત્યારે ફરી રોજિંદું કામ શરૂ કરવાની રાહ જોઈ રહ્યો છે.

international news offbeat news brazil