ફેસબુક પર 18 લાખ જેટલા મેમ્બર ધરાવતાં ગ્રુપમાં બધા પોતાને સમજે છે કીડી

16 May, 2020 11:36 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

ફેસબુક પર 18 લાખ જેટલા મેમ્બર ધરાવતાં ગ્રુપમાં બધા પોતાને સમજે છે કીડી

તસવીર સૌજન્ય ફેસબુક

`નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર એક ગ્રુપ એવું છે જેના બધા મેમ્બર્સ પોતે કીડી હોય એવો દેખાડો કરે છે અને કીડીઓની વસાહતમાં રહે છે. એ ગ્રુપના ૧૮ લાખ મેમ્બર્સ પોતે કીડીઓની રાણીના પૂજક હોવાનું માને છે. ઘણાં અઠવાડિયાંથી ઘરની બહાર ન નીકળેલા લોકો કોઈ પણ તર્કવિતર્કનો ભોગ બની શકે છે. કીડીઓની વસાહત એટલે કે એન્ટ કૉલોનીના રહેવાસી હોવાનો ડોળ કરનારા લોકોના એ ગ્રુપની શરૂઆત ૨૦૧૯ના જૂન મહિનામાં કરવામાં આવી. ૨૦૨૦ના માર્ચ મહિના સુધીમાં એ ગ્રુપના એક લાખ મેમ્બર્સ હતા. કોરોના લૉકડાઉન શરૂ થયા પછી એ ગ્રુપના મેમ્બર્સની સંખ્યા ધડાધડ વધવા માંડી અને અત્યારે મેમ્બર્સનો આંકડો ૧૮ લાખને પાર કરી ગયો છે અને મેમ્બરશિપની લાખો રિક્વેસ્ટ્સ પેન્ડિંગ છે.

facebook international news offbeat news