IIT બાબાની થઈ ધરપકડ, પોલીસે ગાંજો જપ્ત કરતાં બાબાએ કહ્યું “આ તો પ્રસાદ છે...”

04 March, 2025 06:59 AM IST  |  Jaipur | Gujarati Mid-day Online Correspondent

IIT Baba Arrested: બાબા બનેલા અભય સિંહ જે IIT-બોમ્બેના એરોસ્પેસ એન્જિનિયર હોવાનો દાવો કરે છે તેમણે પોલીસના `આત્મહત્યા`ના દાવાને ફગાવી દીધો અને કહ્યું, "તેઓ કોઈ વિચિત્ર કેસના બહાને અહીં તેમની હૉટેલમાં આવ્યા હતા.

IIT બાબા ઉર્ફે અભય સિંહ

મહાકુંભ દરમિયાન વાયરલ થયેલા IIT બાબા ઉર્ફે અભય સિંહની જયપુરથી ગાંજો રાખવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ સામે બાબાએ એવું નિવેદન આપ્યું છે કે હવે તે લોકો વચ્ચે મજાક બની ગયા છે. બાબાએ તેમની પાસેથી જપ્ત કરાયેલા ગાંજાને ‘પ્રસાદ’ કહીંને વર્ણવ્યો હતો. જોકે, IIT બાબાએ ધરપકડ ટાળી દીધી કારણ કે તેમની પાસે ઓછી માત્રામાં આ માદક મળી આવ્યો હતો.

"તેઓને મારા કબજામાંથી `પ્રસાદ`, ગાંજા મળી આવ્યો... દરેક ભક્ત પાસે આ પ્રસાદ હોય છે. જો તે ગેરકાયદેસર હોય, તો મહાકુંભમાં હાજરી આપનારા સાધુઓની ધરપકડ કરો કારણ કે તેઓ ત્યાં ખુલ્લેઆમ તે પ્રસાદનું સેવન કરતાં હતા," પોતાની ધરપકડ બાબતે IIT બાબાએ પત્રકારોને જણાવ્યું હતું. જોકે, પોલીસનું આ નિવેદન વાર્તામાં એક વિચિત્ર વળાંક જોવા મળ્યો હતો. પોલીસે ખુલાસો કર્યો કે બાબાએ સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી જેથી તેઓ રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હૉટેલ પહોંચ્યા હતા.

"જ્યારે પોલીસની એક ટીમ હૉટેલ પહોંચી અને 35 વર્ષીય વ્યક્તિને તેના નિવેદન વિશે પૂછ્યું, ત્યારે તેણે તેના ખિસ્સામાંથી ગાંજાના પૅકેટ કાઢ્યા અને કહ્યું, `મેં ગાંજો પીધો હતો. જો મેં તેની અસર હેઠળ કોઈ માહિતી આપી હોય, તો મને કંઈ ખબર નથી`," પોલીસે એક નિવેદનમાં જણાવ્યું. નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ, 1985 (NDPS એક્ટ) હેઠળ 1.50 ગ્રામ વજનના ગાંજાના પૅકેટને સ્થળ પર જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલાની તપાસ ચાલી રહી છે.

બાબા બનેલા અભય સિંહ જે IIT-બોમ્બેના એરોસ્પેસ એન્જિનિયર હોવાનો દાવો કરે છે તેમણે પોલીસના `આત્મહત્યા`ના દાવાને ફગાવી દીધો અને કહ્યું, "તેઓ કોઈ વિચિત્ર કેસના બહાને અહીં તેમની હૉટેલમાં આવ્યા હતા. તેઓએ કહ્યું કે કોઈએ તેમને કહ્યું હતું કે હું આત્મહત્યા કરીને મરી જઈશ. પરંતુ તેઓ અહીં આવ્યા અને ફક્ત કંઈક બીજું કરવાનું શરૂ કર્યું." આ દરમિયાન, તેમનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)નો કોઈ અર્થ નથી એમ કહેતા સાંભળાઈ રહ્યા છે.

"તેઓએ કેસ નોંધ્યો છે. હું આ કરી શકતો નથી અને આ ગેરકાયદેસર છે. જોકે, તેનો કોઈ અર્થ નથી કારણ કે જો તે ગેરકાયદેસર હોત, તો મહાકુંભ દરમિયાન આટલા બધા લોકોની સામે આટલા બધા ભક્તોએ આટલું બધું કર્યું હોત. શું તેઓ હવે તે બધાની ધરપકડ કરશે? આ ખુલ્લો પુરાવો છે," બાબા વીડિયોમાં કહેતા સાંભળવામાં ભળાઈ રહ્યા છે.

તાજેતરમાં, `IIT બાબા` હેડલાઇન્સમાં આવ્યા હતા જ્યારે તેમણે દાવો કર્યો કે નોઇડામાં એક ખાનગી ટીવી ચૅનલના ન્યૂઝ ડિબેટ કાર્યક્રમ દરમિયાન તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. તે સેક્ટર 126 માં પોલીસ ચોકીની બહાર પણ બેઠા હતા. જોકે, બાદમાં પોલીસે તેમને સમજાવ્યા પછી તેણે વિરોધ પાછો ખેંચી લીધો. સેક્ટર 126 પોલીસ સ્ટેશનના SHO ભૂપેન્દ્ર સિંહે કહ્યું કે તેઓ સહમત છે અને ફરિયાદ આગળ નોંધાવી નથી.

iit bombay kumbh mela jaipur rajasthan social media national news