ઇટલીના આ શહેરમાં રહેવા જનારને અપાશે ૨૪ લાખ

23 November, 2022 11:46 AM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

દરિયાકિનારાની નજીક આવેલા આ શહેરમાં જવા માગતા લોકોને ત્યાંની સરકાર ૨૫,૦૦૦ પાઉન્ડ એટલે કે અંદાજે ૨૪ લાખ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે,

પ્રેસિસ શહેર

સામાન્ય રીતે આપણા ભારતીયો પૈકી ઘણા અમેરિકા કે અન્ય દેશોમાં સ્થાયી થવા માગતા હોય છે. એ માટે તેઓ અહીંની તમામ સંપત્તિ વેચતાં પણ ખચકાતા નથી. જોકે ઇટલીના પુગલિયા પ્રદેશમાં આવેલા પ્રેસિસ નામના પ્રાચીન શહેરની આખી વાત જ નિરાળી છે. દરિયાકિનારાની નજીક આવેલા આ શહેરમાં જવા માગતા લોકોને ત્યાંની સરકાર ૨૫,૦૦૦ પાઉન્ડ એટલે કે અંદાજે ૨૪ લાખ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે, જેથી લોકો ત્યાં જાય અને ઘર ખરીદે. હાલ આ વિસ્તારમાં ઘણાં બધાં ઘરો સાવ નિર્જન અવસ્થામાં છે. આ શહેરથી સુંદર દરિયાકિનારો માત્ર ૧૫ મિનિટ દૂર છે. ઇટલીની સરકારે દેશભરનાં વિવિધ નિર્જન ગામો ફરી ધમધમતાં થાય એ માટે આવી રોકડ રૂપિયાની ઑફર આપી છે. લોકો આ પૈસાથી ઘર ખરીદી શકે છે અને એમાં સમારકામ કરાવી શકે. અહીં ઘર માત્ર ૨૧,૦૦૦ પાઉન્ડ (૧૭ લાખ રૂપિયા)માં મળે છે. સરકાર અહીં આવવા માગતા લોકોને ૩૦,૦૦૦ યુરો (અંદાજે ૨૪ લાખ રૂપિયા) આપશે. જેનાથી તેઓ અહીં ઘર ખરીદી શકશે. આ શહેરમાં ઘણી હરિયાળી છે અને એક પોસ્ટ ઑફિસ, એક બૅન્ક અને સુપરમાર્કેટ છે. અગાઉ આ શહેર ઑલિવ ઑઇલ માટે જાણીતું છે. એ ઉપરાંત એને લીલા સોનાનું ઘર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ૧૯૯૧ પહેલાં અહીં ઘણી વસ્તી હતી, પરંતુ ત્યાર બાદ એ ખાલી થઈ ગઈ હતી. જેમને રકમ આપવામાં આવશે તેમણે ૧૯૯૧ પહેલાં બાંધવામાં આવેલા ગામમાં એક ઘર ખરીદવું ફરજિયાત છે. ઇટલીના અન્ય એક શહેર સામ્બુકાને એક યુરોમાં વેચવામાં આવ્યું હતું. 

offbeat news italy international news