વેકેશન માટે બીચ પર જઈ શકાય એમ નથી તો આ બીચ જેવી કેકથી જ સંતોષ માની લો

27 July, 2020 09:55 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

વેકેશન માટે બીચ પર જઈ શકાય એમ નથી તો આ બીચ જેવી કેકથી જ સંતોષ માની લો

નયનરમ્ય કેકમાં ફીણથી ભરેલા દરિયાનનાં મોજાં, વનસ્પતિ, પ્રાણીઓ અને દરિયાકિનારાની રેતી પણ ૧૦૦ ટકા ખાઈ શકાય એવા મટીરિયલમાંથી બની છે.

કોવિડને કારણે આ વર્ષે દરિયાકિનારે ફરવા જવાનું સપનું તો પૂરું થાય એમ નથી લાગતું, પરંતુ જો તમને ટ્રૉપિકલ આઇલૅન્ડ પર ટ્રાન્સપરન્ટ બ્લુ રંગનું પાણી ધરાવતા બીચ પર ફરવા જવાનું બહુ મન થતું હોય તો એક પેસ્ટ્રી શેફે આંખ અને પેટ બન્નેને ટાઢક આપે એવી કેક બનાવી છે.
મલેશિયાની સીવ હેન્ગ બૂન નામની આર્ટિસ્ટ એકદમ બીચનો આભાસ કરાવતી કેક બનાવે છે. કેક પર વાદળી રંગની જેલી દ્વારા એકદમ દરિયાઈ સૃષ્ટિ જેવો માહોલ દર્શાવતી વિવિધ પ્રકારની કેક દેખાવમાં તો સુંદર છે જ, પણ સ્વાદમાં પણ અવ્વલ છે. આ નયનરમ્ય કેકમાં ફીણથી ભરેલા દરિયાનનાં મોજાં, વનસ્પતિ, પ્રાણીઓ અને દરિયાકિનારાની રેતી પણ ૧૦૦ ટકા ખાઈ શકાય એવા મટીરિયલમાંથી બની છે.

international news national news offbeat news