ટોકરીમાં ત્રણ મહિના સુધી બટાટા પડી રહ્યા તો જુઓ આવાં મૂળિયાં નીકળ્યાં

05 July, 2020 09:19 AM IST  |  Mumbai | Mumbai correspondent

ટોકરીમાં ત્રણ મહિના સુધી બટાટા પડી રહ્યા તો જુઓ આવાં મૂળિયાં નીકળ્યાં

મૂળિયાં પ્લૅટફૉમ‍થી લઈને ‌દીવાલ પર પણ ઊપર સુધી ચડી ગયાં હતાં

ઘરમાં થોડાક દિવસ માટે પણ બટાટા પડી રહે તો એ ઊગી નીકળે છે. જોકે દિવસોને બદલે મહિનાઓ થઈ જાય તો કેવા હાલ થઈ શકે છે એનો વિડિયો ડોના પ્રોરી નામની બાવીસ વર્ષની એક કન્યાએ ટ્વિટર પર શૅર કર્યો છે. ડોનાનું કહેવું છે કે ત્રણ મહિના સુધી તે ઘરની બહાર હતી. જ્યારે તે ઘરે આવી ત્યારે કિચનમાં આલૂની ટોકરીમાંથી ગુલાબી રંગના મૂ‌ળિયાં નીકળીને એટલાં લાંબા થઈ ગયા હતાં કે ચારેતરફ મૂળિયાનું જાળું રચાઈ ગયું હતું. પહેલી નજરે તો જાણે કોઈ ભૂતિયા જાળ રચાયેલી હોય એવું જ જણાતું હતું. મૂળિયાં પ્લૅટફૉમ‍થી લઈને ‌દીવાલ પર પણ ઊપર સુધી ચડી ગયાં હતાં.

national news international news offbeat news