આ અમેરિકન ભાઈએ ફાયર સ્વૉર્ડના કરતબનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

02 March, 2023 10:20 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડેવિડ રશે સૌપ્રથમ ફાયર સ્વૉર્ડને એક મિનિટમાં ૬૭ વાર કૅચ કરવાનો રેકૉર્ડ અંકે કર્યો હતો

ડેવિડ રશ

અમેરિકાના સિરિયલ વર્લ્ડ રેકૉર્ડ બ્રેકર ડેવિડ રશે એક મિનિટમાં ૧૩૫ વાર ફાયર સ્વૉર્ડ ફેંકીને પાછી કૅચ કરવાનો કરતબ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવ્યું છે. ટેક્નિકલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપતા લગભગ ૨૫૦ કરતાં વધુ વર્લ્ડ રેકૉર્ડ ધરાવનારા ડેવિડ રશે સૌપ્રથમ ફાયર સ્વૉર્ડને એક મિનિટમાં ૬૭ વાર કૅચ કરવાનો રેકૉર્ડ અંકે કર્યો હતો, જે ટેલર સ્પેડ્સ મૅકલીન નામના સર્કસના એક પર્ફોર્મરે એક મિનિટમાં ૧૦૪ વાર કૅચ કરીને પોતાના નામે કર્યો હતો.

ડેવિડ રશે જણાવ્યું કે તે માત્ર બે જ દિવસમાં ૧૩૫ કૅચનો રેકૉર્ડ કાયમ કરી શકે છે, તેનું માનવું છે કે તેણે એક મિનિટમાં ફાયર સ્વૉર્ડને ૧૩૬ વાર ફેંકીને ફરી કૅચ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો, પરંતુ સ્લો મોશન કૅમેરામાં જોતાં છેલ્લો કૅચ એક મિનિટ વીતી ગયાની સહેજ બાદ થયો હોવાથી એને ગણતરીમાં નહોતો લેવાયો. 

offbeat news international news guinness book of world records