કઝાખસ્તાનમાં આવ્યો છે બરફનો જ્વાળામુખી

07 February, 2021 08:40 AM IST  |  Kazakhsta | Gujarati Mid-day Correspondent

કઝાખસ્તાનમાં આવ્યો છે બરફનો જ્વાળામુખી

બરફનો જ્વાળામુખી

સ્થાનિક કે વૈશ્વિક સ્તરે અમુક સમયગાળે પર્યટકોનાં આકર્ષણો બદલાતાં રહે છે. તાજા સમયનાં આકર્ષણોમાં મુખ્ય કઝાખસ્તાનનો હિમજ્વાળામુખી પણ છે. પૂર્વ યુરોપના ઠંડા રમણીય પ્રદેશમાં જો જ્વાળામુખી હોય તો એ બર્ફીલા પ્રદેશમાં જ હોઈ શકે. શિયાળામાં એ રૂની પૂણી જેવા બરફના પ્રદેશમાં જ્વાળામુખીનું અસ્તિત્વ સહેલાણીઓને કેવી મોજ કરાવે છે એની અનેક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર વાઇરલ થઈ છે.

કઝાખસ્તાનના અલ્માટી પ્રાંતમાં બરફ આચ્છાદિત મેદાન પ્રદેશની વચ્ચે કીગન અને શારગનાક ગામની વચ્ચે ૧૪ મીટર ઊંચો બરફના ટાવર જેવો એક ટેકરો છે. એમાંથી સતત પાણી નીતરે અને થોડી ક્ષણોમાં એનો બરફ બની જાય છે. જ્વાળામુખીની લઘુ આવૃત્તિ-મિની વૉલ્કેનો જેવા એ ટેકરામાંથી લાવારસને બદલે પાણી ઝરતું રહે છે.  કઝાખસ્તાનના પાટનગર નૂર સુલતાન (અગાઉનું અસ્તાના)થી ચારેક કલાકના પ્રવાસ બાદ એ સ્થળે પહોંચી શકાય છે. ભૌગોલિક અને આબોહવાના ફેરફારને કારણે એક વખતનો બરફનો ટીંબો કે આઇસકૉન જેવો ટેકરો હવે આઇસ વૉલ્કેનો બની ગયો છે. પાણી ઝરવાની કુદરતી ઘટના નીરખવી સૌને ગમે છે.

offbeat news international news kazakhsta