‘મારો જન્મ જ નહોતો થવો જોઈતો’

26 November, 2021 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માતા કૅરોલિને નવેમ્બર ર૦૦૧માં ઇવીને જન્મ આપ્યો ત્યારે તેની કરોડરજ્જુમાં કાયમી ખામી રહી ગઈ હતી, જે ફૉલિક ઍસિડનો કોર્સ ન કર્યો હોવાને કારણે સર્જાઈ હોવાનું દાવામાં કહેવાયું છે.

‘મારો જન્મ જ નહોતો થવો જોઈતો’

ઇંગ્લૅન્ડના લિન્કનશરમાં રહેતી ઇવી ટુમ્બિઝ નામની ર૦ વર્ષની શોજમ્પર સ્પીના બિફિડાની બીમારી સાથે જન્મી છે. કરોડરજ્જુની આ ખામી ગર્ભથી સર્જાય છે. ઇવીએ પોતાની આ શારીરિક સ્થિતિ માટે તેની મમ્મીના ડૉક્ટર સામે કોર્ટમાં દાવો માંડ્યો છે.
ઇવીનું કહેવું છે કે તેની મમ્મી કૅરોલિન બાળકને જન્મ આપતાં પહેલાં ડૉક્ટર પાસે સલાહ લેવા ગઈ હતી, પણ ડૉક્ટરે તેને ફૉલિક ઍસિડ લેવાની જરૂર ન હોવાનું કહ્યું હતું. ડૉક્ટરે કૅરોલિનને સ્પીના બિફિડાને ટાળવા માટે ફૉલિક ઍસિડની જરૂર હોવાનું નહોતું સૂચવ્યું. જોકે ડૉક્ટરે આ દાવો નકાર્યો છે અને દરદીને યોગ્ય સલાહ આપ્યાનું કહ્યું છે. માતા કૅરોલિને નવેમ્બર ર૦૦૧માં ઇવીને જન્મ આપ્યો ત્યારે તેની કરોડરજ્જુમાં કાયમી ખામી રહી ગઈ હતી, જે ફૉલિક ઍસિડનો કોર્સ ન કર્યો હોવાને કારણે સર્જાઈ હોવાનું દાવામાં કહેવાયું છે. ઇવીનું કહેવું છે કે જો ડૉક્ટરે યોગ્ય સલાહ આપી હોત તો તેની મમ્મી પહેલાં ફૉલિક ઍસિડનો કોર્સ પૂરો કરીને પછી ગર્ભ ધારણ કરત. તેણે એમ પણ કહ્યું હતું કે ‘મારો જન્મ જ નહોતો થવો જોઈતો.’

offbeat news