આવી રહી છે પર્વત પર ચાર પગે ચાલતી થઈ જાય એવી કાર

09 January, 2019 08:39 AM IST  | 

આવી રહી છે પર્વત પર ચાર પગે ચાલતી થઈ જાય એવી કાર

હ્યુન્ડાઈ કરવા જઈ રહી છે ક્રાંતિ

હ્યુન્ડાઈએ ચાર પગવાળી રોબોટિક કન્સેપ્ટ કાર તૈયાર કરી છે. સામાન્ય રીતે કાર કાં તો રસ્તા પર દોડી શકે અને ઊબડખાબડ રસ્તાઓ પર ટકી શકે એટલી ટફ હોય કાં રોડ પરથી ઊઠીને હવામાં ઊડવા લાગી શકે. જોકે હ્યુન્ડાઈએ કારને ચલાવવાનો નવો કન્સેપ્ટ રજૂ કયોર્ છે. કંપનીનો દાવો છે કે આ નવા કન્સેપ્ટથી તૈયાર થયેલું વેહિકલ દુનિયાના કોઈ પણ વિસ્તારમાં જઈ શકશે.

બોલો હવે કારને પણ પગ હશે 

જ્યાં રસ્તો નહીં હોય ત્યાં એ પર્વતારોહકની જેમ ચઢાણ કરવા લાગશે. જેમ રોડ પર દોડતી કાર ઉડાડવી હોય તો પૈડાં અંદર તરફ ખેંચાઈ જાય છે એમ જો કારને ચલાવવી હોય તો એનાં પૈડાં બહાર પગની જેમ ફેલાઈ જાય છે અને લિટરલી ચાર પગે ચાલતા જાનવરની જેમ કાર ઊબડખાબડ રસ્તા પર ચાલી શકે છે. આ કાર દાદરા પર ચડી શકે છે અને ખડકો પર જાનવરની જેમ ચાલી શકે છે.

આ પણ વાંચોઃ 69 લાખ જીતવા આ ભાઈએ 20 દિવસ અંધારામાં એકલા વિતાવ્યા

offbeat news