મેટ્રિમની સાઇટ પર બનાવી ફેક પ્રૉફાઇલ, લગ્નના નામે કરી 1 કરોડની ઠગી

02 June, 2020 04:12 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

મેટ્રિમની સાઇટ પર બનાવી ફેક પ્રૉફાઇલ, લગ્નના નામે કરી 1 કરોડની ઠગી

પ્રતીકાત્મક તસવીર

હૈદરાબાદમાં એક મહિલાએ મેટ્રિમની સાઇટ પર ફેક પ્રૉફાઇલ બનાવીને યુવક પાસેથી એક કરોડ રૂપિયા પડાવી લીધા. આ પહેલા મહિલાએ અન્ય એક યુવક પાસેથી 65 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે જણાવ્યું કે મહિલા પોતાના દીકરા સાથે મળીને લોકો પાસેથી રૂપિયા પડાવી લેવાનું કામ કરે છે.

તેલંગણાના હૈદરાબાદમાં પોલીસે લગ્નના નામે એક યૂએસના એનઆરઆઈ પાસેથી 65 લાખ રૂપિયા પડાવી લેનારી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સોમવારે તે સમયે ચોંકી ગઈ જ્યારે મહિલાની ધરપકડના સમાચાર મળ્યા પછી અન્ય એક યુવક પોલીસ થાણે પહોંચી ગયો. યુવકે જણાવ્યું કે તેની સાથે પણ મહિલાએ લગ્નના નામે એક કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

કેપીએચબી પોલીસે મેટ્રિમની ફ્રૉડમાં 44 વર્ષીય માલવિકા દેવતી નામની મહિલાની ધરપક કરવામાં આવી હતી. 33 વર્ષના યુવકે પોલીસને મહિલા સાથે વૉટ્સએપ અને ટેલિગ્રામ પર થયેલી લવ ચૅટ પણ બતાવી. તેણે જણાવ્યું કે માલવિકાએ તેને પ્રેમજાળમાં ફસાવીને તેની બધી સેવિંગ્સ પડાવી લીધી.

મહિલાના દીકરા પર પણ આરોપ
માલવિકા અને તેના 22 વર્ષના દીકરા પ્રણવ લલિત ગોપાલની જુબલી હિલ્સ પોલીસે 27 મેના ધરપકડ કરી હતી. બન્ને પર યીએસના એક એનઆરઆઈએ લગ્નના નામે ફસાવીને 65 લાખ રૂપિયા પડાવી લેવાનો આરોપ મૂક્યો હતો. પોલીસે જણાવ્યું કે આ પહેલા માલવિકા વિરુદ્ધ નલ્લાકુંતા મારેડપલ્લી અને સીસીએસ પોલીસ થાણામાં પણ કેસ નોંધાઇ ચૂક્યા છે.

મેટ્રિમની સાઇટ પર બનાવી ફેક પ્રૉફાઇલ
પોલીસે જણાવ્યું કે 33 વર્ષના પીડિતે પોલીસને જણાવ્યું કે 2018માં એક તેલુગુ મેટ્રિમની સાઇટ દ્વારા માલવિકાના સંપર્કમાં આવ્યો હતો. કેણે આ સાઇટ પર અનુ પલ્લવી મગંતીના નામે ફેક પ્રૉફાઇલ બનાવી હતી. તેણે પોતાને મૂળે ભારતીય ડૉક્ટર જણાવતાં કહ્યું કે તે યૂએસમાં કામ કરે છે.

મજબૂરી જણાવીને પેસા પડાવ્યા
માલવિકાએ યુવકને એ પણ વિશ્વાસ અપાવ્યો કે તે એક રાજકારણીય પરિવારમાંથી છે. ફેબ્રુઆરી 2018માં તેમે યુવકને કહ્યું કે તેનો ફોન હૅક થઈ ગયો છે અને તે પોતાનું અકાઉન્ટ ઑપરેટ નથી કરી શકતી. તેણે કંઇક મજબૂરી જણાવીને તેની પાસેથી પૈસા માગ્યા. યુવકે માલવિકાના આઇડીબીઆઈ બેન્કના ગચીવાઉલી બ્રાન્ચ અને એસબીઆઇના શંકરપલ્લી બ્રાન્ચમાં 1.02 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા.

આઇટી પ્રૉફેશનલે જણાવ્યું કે તેનું માસિક વેતન 80000 રૂપિયા છે. તેણે બધાં ખર્ચા બચાવીને આ પૈસાની સેવિંગ કરી હતી. માલવિકાએ તેની સામે ખોટું બોલીને પૈસા પડાવી લીધા હતા. પોલીસે જણાવ્યું કે માલવિકા વિરુદ્ધ આઇપીસીની વિભિન્ન ધારાઓ હેઠળ કેસ કરવામાં આવ્યા છે.

hyderabad Crime News national news offbeat news