ટીનેજરે આંખે પાટા બાંધીને ૩૦ મિનિટમાં ૨૦ ગીત વગાડી બનાવ્યો રેકૉર્ડ

11 January, 2021 08:58 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

ટીનેજરે આંખે પાટા બાંધીને ૩૦ મિનિટમાં ૨૦ ગીત વગાડી બનાવ્યો રેકૉર્ડ

હરિહરન નાયડુ

તેલંગણના હૈદરાબાદના ગીતાંજલિ દેવશાળાના સ્ટુડન્ટ ૧૩ વર્ષના હરિહરન નાયડુએ કીબોર્ડ પર બ્લાઇન્ડ ફોલ્ડેડ ૩૦ મિનિટમાં ૨૦ ગીતો વગાડીને વન્ડર બુક ઑફ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું છે.  

રેકૉર્ડ કાઉન્ટિંગ માટે આવેલા જજ સામે તેણે આંખ પર પાટા બાંધીને ૩૦ મિનિટમાં ૨૦ ગીતો ગાયાં હતાં. પોતાની આ સિદ્ધિ દ્વારા તેણે હાજર રહેલા તમામને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ કાર્યક્રમમાં જજ ઉપરાંત અનેક હસ્તીઓ હાજર હતી, જેમાં અનુપ રૂબેન્સ, લોકગીત ગાયિકા પદ્‍મા વિશ્વાસ અને તેલુગુ ફિલ્મ ચેમ્બર ઑફ કૉમર્સના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ડૉક્ટર પદ્મિની નાગુલપલ્લીનો સમાવેશ છે. વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સના સાઉથ ઇન્ડિયા ચીફ કો-ઑર્ડિનેટર ડૉક્ટર જી. સ્વર્ણશ્રીએ કહ્યું કે હરિહરન નાયડુએ હકીકતમાં ૨૯ મિનિટ ૧૯ સેકન્ડમાં બ્લાઇન્ડ ફોલ્ડેડ ૨૦ ગીત ગાયાં હતાં. નવ વર્ષની વયથી હરિહરન નાયડુએ પ્રતિષ્ઠિત સંસ્થા પાસેથી સંગીત શીખવાની શરૂઆત કરી હતી. લૉકડાઉન દરમ્યાન તેણે ચિલ વિથ હરિહરન નામની યુટ્યુબ ચૅનલ શરૂ કરી હતી. આ ચૅનલ પર તેણે અનેક કાર્યક્રમો આપ્યા હતા, જેમાં સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તેની ચૅનલને ૩૦૦૦ સબસ્ક્રાઇબર્સ અને ૬૦,૦૦૦ વ્યુઅર્સ મળ્યા છે.

offbeat news national news hyderabad