૨૦ મિનિટમાં ૯ કિલોમીટર સાઇકલ ચલાવીને ઑર્ડર પહોંચાડ્યો તો ભેટ મળી બાઇક

19 June, 2021 10:26 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

રૉબિન મુકેશે ડિલિવરી-બૉયના ફોટો સાથે આખી સ્ટોરી સોશ્યલ મીડિયા પર મુકી

ડિલિવરી-બૉય મોહમ્મદ અકીલ અહમદ

હૈદ્રાબાદના કિંગ કોટી વિસ્તારના રહેવાસી રૉબિન મુકેશે સોમવારે રાતે ઝોમૅટોમાં ઑર્ડર કર્યો હતો. માત્ર ૨૦ મિનિટમાં જ ઑર્ડર પહોંચતાં આશ્ચર્ય પામેલા રૉબિન મુકેશે પૂછપરછ કરતાં ડિલિવરી-બૉય સાઇકલ ચલાવીને ૯ કિલોમીટર દૂર ડિલિવરી માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ડિલિવરી-બૉય મોહમ્મદ અકીલ અહમદ છેલ્લા એક વર્ષથી ઝોમૅટોમાં ડિલિવરી-બૉય તરીકે કામ કરે છે.

રૉબિન મુકેશે ડિલિવરી-બૉયના ફોટો સાથે આખી સ્ટોરી સોશ્યલ મીડિયા પર મૂકતાં તે એન્જિનિયરિંગમાં અન્ડરગ્રૅજ્યુએટ હોવાનું જણાવ્યું અને વીજળીની ઝડપે માત્ર ૨૦ મિનિટમાં ઑર્ડરની ડિલિવરી કરવા બદલ અભિવાદન પણ કર્યું હતું.

આ પોસ્ટથી પ્રભાવિત થયેલા નેટિઝન્સે તેને માટે બાઇક ખરીદવા ભંડોળ એકઠું કરવાની અપીલ કરી માત્ર ૧૦ કલાકમાં ૬૦,૦૦૦ રૂપિયા સાથે કુલ ૭૩,૩૭૦ રૂપિયા જમા થયા હતા, જેમાંથી મોહમ્મદ અકીલ અહમદ માટે ૬૫,૦૦૦ રૂપિયામાં ટીવીએસ એક્સેલ બાઇક બુક કરી હતી. બાઇક સાથે મોહમ્મદ અકીલને હેલ્મેટ અને રેઇનકોટ જેવી અન્ય ઍક્સેસરીઝ પણ આપી હતી અને બચેલી રકમ તેની કૉલેજ-ફી માટે તેને અપી દેવાશે. અકીલે નેટિઝન્સની ઉદારતા અને સહાનુભૂતિ બદલ તેમનો આભાર માન્યો છે.

offbeat news national news hyderabad zomato