Viral Post: આ કપલ લગ્ન કરશે પણ વેડિંગ રિંગ વિના, જાણો કેમ?

25 November, 2020 08:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Viral Post: આ કપલ લગ્ન કરશે પણ વેડિંગ રિંગ વિના, જાણો કેમ?

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે લગ્નમાં કપલ એકબીજાને વેડિંગ રિંગ પહેરાવીને આખી જીંદગી એકબીજાના સુખદુખમાં સહભાગી રહેવાનું વચન આપતા હોય છે. જોકે એક કપલ એવુ છે જે લગ્નમાં એકબીજાને વેડિંગ રિંગ નહી પણ iPhoneની સીમ ટ્રેને એકબીજા સાથે બદલશે.

કપલને રિંગ પહેરવાનું પસંદ ન હોવાથી સીમની ટ્રે એક્સચેન્જ કરવાનો નિર્ણય લીધો છે. તેમનો આ આઈડિયા સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે અમૂક યુઝર્સે તેમની આ આઈડિયાની મજાક પણ ઉડાવી છે.

કેસી નાયસ્ટેટની આ ટ્વીટ વાયરલ થઈ છે, જેને લાખો લોકોએ શૅર કરી છે. સેંકડો લોકોએ કમેન્ટ્સ પણ આપી છે.

બે આઈફોનના ફોટો શૅર કરતા કેસીએ લખ્યું કે, મે અને મારી પત્નીએ વેડિંગ રિંગ નહી પણ આઈફોનની સિમ ટ્રેને એકબીજા સાથે બદલીને પોતાનું કમિટમેંટ આપ્યુ છે.

જોકે કેસીએ કહ્યું કે, મે જે કર્યુ તેની જાણ મારી પત્નીને છે જ નહીં. તેણે તો હજી પોતાનો ફોન પણ એક્ટિવેટ કર્યો નથી. આ અમારા પ્રેમનું ચિન્હ નહીં ફક્ત એક સામાન્ય સિમ ટ્રે છે.

offbeat news international news