પતિએ પકડી પત્નીની કાતિલ ચૅટ, પત્નીએ પ્રેમીને લખેલું કે તું મારા પતિને નહીં મારે તો હું મરી જઈશ

10 August, 2026 06:14 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

તેલંગણના એક વ્યક્તિએ પત્ની અને તેના કથિત પ્રેમી વચ્ચેની વૉટ્સઍપ તથા ઇન્સ્ટાગ્રામ ચૅટના આધારે પોલીસમાં ફરિયાદ કરી છે. પતિનો આરોપ છે કે બંનેએ રોડ ઍક્સિડન્ટ કરાવી તેની હત્યાનું કાવતરું રચ્યું હતું.

પતિએ પકડી પત્નીની કાતિલ ચૅટ, પત્નીએ પ્રેમીને લખેલું કે તું મારા પતિને નહીં મારે તો હું મરી જઈશ

તેલંગણમાં રાજેશ્વર રાવ નામના એક ભાઈએ પોતાની પત્ની અને તેના કથિત પ્રેમી વચ્ચે થયેલી વૉટ્સઍપ અને ઇન્ટાગ્રામની ચૅટનો સ્ક્રીનશૉટ લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની તેના પ્રેમી સાથે મળીને રોડ-ઍક્સિડન્ટ કરાવીને મને મારી નાખવાનું ષડયંત્ર રચી રહી છે. આ ચૅટમાં પત્નીએ પ્રેમીને કહેલું કે જો તું મારા પતિને ઍક્સિડન્ટમાં નહીં મારે તો હું મારી જાતને ખતમ કરી નાખીશ.’

telangana hyderabad Crime News offbeat news hatke news