બીચ પર મળ્યો ‘એલિયન હાથ’

27 November, 2022 09:11 AM IST  |  Brasília | Gujarati Mid-day Correspondent

માનવહાથની તુલનામાં આ હાથ કેટલો મોટો છે એ દર્શાવવા આ દંપતીએ પછી લેટિસિયાના ફ્લિપ ફ્લૉપની બાજુમાં લાંબી હાડકાની આંગળીઓ સાથે મોટા કદના હાથનું શૂટિંગ કર્યું છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં ઇલ્હા કૉમ્પ્રિડામાં ૨૦ નવેમ્બરે એક યુગલને રેતીમાં કંકાલના હાથ જેવી કોઈક ચીજ મળી હતી. લેટિસિયા ગોમ્સ સેન્ટિયાગો અને તેના બૉયફ્રેન્ડ દેવનીર સોઝાનું માનવું છે કે હાથના કદ અને હાડકાંની સંખ્યાને જોતાં આ હાથનું કંકાલ કોઈ માનવીનું નહીં, પરંતુ એલિયનનું હોઈ શકે છે.  

માનવહાથની તુલનામાં આ હાથ કેટલો મોટો છે એ દર્શાવવા આ દંપતીએ પછી લેટિસિયાના ફ્લિપ ફ્લૉપની બાજુમાં લાંબી હાડકાની આંગળીઓ સાથે મોટા કદના હાથનું શૂટિંગ કર્યું છે. કોઈકે કહ્યું કે આ હાથ કયા પ્રાણીનો છે એ જાણવું મુશ્કેલ છે. કોઈએ મત્સ્યકન્યાનો તો વળી કોઈકે ડાયનૉસોરનો હાથ હોવાની સંભાવના વ્યક્ત કરી છે. કેટલાકે વળી યુગલને આ હાથ જીવવિજ્ઞાનીઓને સોંપવાની પણ સલાહ આપી છે.

બાદમાં દરિયાઈ જીવવિજ્ઞાની એરિક કોમિને જણાવ્યું કે આ હાથ વ્હેલ, ડોલ્ફિન અને પોર્પોઇઝ જેવાં સસ્તન જળચર પ્રાણીનો હાથ હોઈ શકે છે જેનું મૃત્યુ લગભગ ૧૮ મહિના પહેલાં જ સમુદ્રમાં થયું હોવું જોઈએ. 

offbeat news international news brazil