સાઇકલ ખરેખર કઈ રીતે ચાલે?

01 December, 2021 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બધાને આ વાત ખોટી લાગી હશે, કારણ કે જે તરફ જવું હોય એ તરફ જ સ્ટિયરિંને વાળવી પડે. કારમાં પણ એ જ પ્રકારનું હોય. જોકે ત્યાર બાદ તે સમજાવે છે કે સાઇકલમાં એવું નથી.

સાઇકલ ખરેખર કઈ રીતે ચાલે?

આપણને બધાને સાઇકલ ચલાવતાં તો આવડતું જ હશે, પરંતુ સાઇકલ ખરેખર કયા સિદ્ધાંત પર કામ કરે છે એની ખબર છે? કારણ કે આ બે પૈડાંવાળું વાહન કયા સિદ્ધાંત પર કામ કરે છે એ જાણવું એના પર સવારી કરવા જેટલું સરળ નથી. જાણીતા યુટ્યુબર અને સાયન્સ કમ્યુનિકેટર ડેરેક મૂલર એક વિડિયો પોસ્ટ કરીને આ વાત સમજાવે છે. મૂલર એક સ્ટિયરિંગ લૉક કરી હોય એવી સાઇકલ ચલાવે છે, જે તેના મિત્ર રિક દ્વારા બનાવવામાં આવી છે. જો સ્ટિયરિંગ લૉક હોય તો સાઇકલ ચલાવવી અશક્ય હોય એવું તેને લાગે છે, પછી તેને ખબર પડે છે કે ડાબી તરફ વળવું હોય તો પહેલાં જમણી તરફ સ્ટિયરિંગને લઈ જવી પડે એ જ રીતે જમણી તરફ વળવું હોય તો ડાબી તરફ સ્ટિયરિંગને લઈ જવી પડે. બધાને આ વાત ખોટી લાગી હશે, કારણ કે જે તરફ જવું હોય એ તરફ જ સ્ટિયરિંને વાળવી પડે. કારમાં પણ એ જ પ્રકારનું હોય. જોકે ત્યાર બાદ તે સમજાવે છે કે સાઇકલમાં એવું નથી. સાઇકલમાં જ્યારે તમે ડાબી બાજુ વળાંક લેવા માગતા હો ત્યારે પહેલાં સાઇકલની સ્ટિયરિંગને થોડી જમણી દિશામાં વાળો છો. જો આ વાત સાચી ન લાગતી હોય તો કોઈ સાઇકલ ચલાવનારનો વિડિયો શૂટ કરો, પછી સ્લો મોશનમાં એ જુઓ. 

offbeat news