આ કરચલો જ બચાવશે કોરોના વાયરસથી તમારો જીવ, જાણો કઈ રીતે

11 July, 2020 08:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ કરચલો જ બચાવશે કોરોના વાયરસથી તમારો જીવ, જાણો કઈ રીતે

હોર્શૂ ક્રેબ

કરચલાને સમુદ્ર વ્યંજનોમાં સૌથી સ્વાદિષ્ટ ખોરાક માનવામાં આવે છે. પરંતુ કરચલાની એક ખાસ પ્રજાતિ માનવીના જીવનને બચાવવા માટે પણ પ્રખ્યાત છે. હવે આ કરચલો પણ માનવજાતને કોરોના વાયરસ (COVID-19)થી બચાવવાનો છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો હવે આ ખાસ કરચલામાંથી રસી તૈયાર કરી રહ્યા છે. જે કોરોના વાયરસના સંક્રમણમાં મદદરૂપ થશે.

સમુદ્રમાં મળતો હૉર્શૂ કરચલો કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં મદદગાર સાબિત થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કરચલાની આ વિશેષ દરિયાઈ પ્રજાતિમાં સામાન્ય બ્લૂ રંગનું લોહી હોય છે. જેનો ઉપયોગ વિવિધ રોગોની રસી તૈયાર કરવા માટે કરવામાં આવે છે. હવે આ કરચલાનું લોહી કોરોના વાયરસ સામે લડવા માટે મદદગાર થશે.
મળતી માહિતી પ્રમાણે, હોર્શૂ ક્રેબ લગભગ 30 કરોડ વર્ષોથી પૃથ્વી પર જીવિત છે. આ કરચલાની દસ આંખો હોય છે. આ કરચલાનું હળવા બ્લૂ રંગનું લોહી અત્યાર સુધીમાં વિશ્વના તમામ રોગોની સારવારમાં મદદગાર સાબિત થયું છે. કોઈ પણ રસીમાં એક પણ બેક્ટેરિયા હાજર હોવા ન જોઈએ, નહીં તો માણસો મરી શકે છે. હોર્શૂ કરચલાના બ્લૂ લોહી રસીમાં હાજર બેક્ટેરિયાને મારી નાખે છે.

અમેરિકન વૈજ્ઞાનિકોએ રસીમાં ખાસ કરીને આ કરચલાનાં લોહીમાંથી બેકટેરિયાના ચેપને દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ પ્રજાતિના કરચલાઓની સંખ્યા આખા વિશ્વમાં ઘટી રહી છે. આ જ કારણથી પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ કોરોના વાયરસના ઉપયોગ માટે તેનો વિરોધ કરી રહી છે.

coronavirus covid19 national news offbeat news