ઝૂમાંથી નાસી ગયેલું હરણ પકડાયું 

11 January, 2022 08:53 AM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

પોતાના પાંજરામાંથી બહાર નીકળ્યા બાદ એ પ્રાણી સંગ્રહાલયની ફરતે બનાવેલી દીવાલ પણ કુદાવી ગયું હતું

હરણ

કેરલાના તિરુઅનંતપુરમમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાંથી ગયા ગુરુવારે એક હરણ નાસી ગયું હતું. પોતાના પાંજરામાંથી બહાર નીકળ્યા બાદ એ પ્રાણી સંગ્રહાલયની ફરતે બનાવેલી દીવાલ પણ કુદાવી ગયું હતું. જોકે બીજા દિવસે પ્રાણી સંગ્રહાલયની નજીક આવેલા એક ખાલી પ્લૉટમાં એ રખડતું જોવા મળ્યું હતું. શરૂઆતમાં એને બેહાશ કરવામાં આવ્યું હતું અને એક રાત સુધી એની તબિયત પર ધ્યાન રાખીને પછી ફરી પાંજરામાં મૂકવામાં આવ્યું હતું. પ્રાણી સંગ્રહાલયમાંથી નાસેલું આ હરણ કનાકા નગરના રહેણાક વિસ્તારમાં રખડતું હતું. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે હવે પ્રાણી સંગ્રહાલયની દીવાલની ઊંચાઈ વધારવાનું કામ ચાલી રહ્યું છે. 

offbeat news national news thiruvananthapuram