10 October, 2025 04:42 PM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent
ટીચરને જે સ્પેલિંગ મિસ્ટેક માટે સસ્પેન્ડ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે એ નિર્દેશ પણ અંગ્રેજીની ભૂલોથી ભરેલો છે.
થોડા દિવસ પહેલાં આપણે સમાચાર વાંચેલા કે હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલે લખેલા ચેકમાં સાતને અંગ્રેજીમાં Saven, ૧૦૦ને Harendra અને ૧૦૦૦ એટલે કે થાઉઝન્ડ માટે Thursday સ્પેલિંગ લખ્યો હતો. આ ચેકનો ફોટો વાઇરલ થતાં શિક્ષણવ્યવસ્થાના સ્તર વિશે ચિંતા થવા લાગી હતી. આ વાતને ધ્યાનમાં લઈને સિરમૌર જિલ્લાના શિક્ષા અધિકારી રાજવી ડોગરાએ કહ્યું હતું કે તેમના ડિપાર્ટપેન્ટે આ ઘટના પર કાર્યવાહી કરીને પ્રિન્સિપાલને તરત જ સસ્પેન્ડ કર્યા હતા.
જોકે ઘટનામાં ટ્વિસ્ટ હજી હવે આવે છે. શિક્ષણ વિભાગે ટીચરને જે સ્પેલિંગ મિસ્ટેક માટે સસ્પેન્ડ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે એ નિર્દેશ પણ અંગ્રેજીની ભૂલોથી ભરેલો છે. એમાં સિરમોરમાં Sirmaurને બદલે Sirmour, Educationને બદલે Educatioin અને Principalને બદલે Princpal લખેલું હતું. હવે નવો સવાલ થાય કે શિક્ષા આપતા શિક્ષકો ભણેલા નથી એ જેટલા દુખની વાત છે એનાથીયે વધુ દુખની વાત એ છે કે શિક્ષણ ખાતાનું નિયમન કરતો ડિપાર્ટમેન્ટ પણ ત્રુટિઓથી ભરેલો છે.