ઇશ્ક સે બેહતર ચાય

20 January, 2021 08:34 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

ઇશ્ક સે બેહતર ચાય

દિલ ટૂટા આશિક ટી કૅફે

લૉકડાઉનમાં ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ જતાં ૨૧ વર્ષના દિવ્યાંશુ બત્રાએ ૧૬ ડિસેમ્બરે દહેરાદૂનના જીએમએસ રોડ પર ‘દિલ ટૂટા આશિક - ચાયવાલા’ નામની ટી કૅફે શરૂ કરી.

આ વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે ‘હાઈ સ્કૂલમાં હતો ત્યારથી મારી ગર્લફ્રેન્ડ હતી, પરંતુ તેનાં માતા-પિતાને પસંદ ન હોવાથી ગયા વર્ષે અમે જુદાં થઈ ગયાં. ત્યાર પછી હું લગભગ છ મહિના સુધી ડિપ્રેશનમાં રહ્યો અને પબજી રમીને સમય પસાર કરતો હતો.’

જોકે એક દિવસ આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો નિર્ધાર કરીને કમ્પ્યુટર સાયન્સિસમાં બીએસસી થયેલા દિવ્યાંશુએ તેની બચતમાંથી કૅફે શરૂ કરવાનું નક્કી કર્યું. કૅફે શરૂ થયું ત્યારથી જ એના તરફ લોકોનું ધ્યાન ખેંચાયું છે. દિવ્યાંશુ તેના નાના ભાઈ રાહુલ બત્રા સાથે એ કૅફે ચલાવે છે.

દિવ્યાંશુએ જણાવ્યું હતું કે ‘ખરાબ તબક્કો પસાર થઈ ગયા બાદ હું મારી મેળે કશુંક કરી રહ્યો હતો એ વાતે મારી માતા મારા પડખે હતી, પરંતુ મારા પિતાને કૅફેનું નામ પસંદ નહોતું પડ્યું.’ 

જોકે પિતાના મિત્રએ ટી કૅફેના ઍમ્બિયન્સ અને પીરસાતી વાનગીઓની પ્રશંસા કરી ત્યાર બાદ તેમનું મન બદલાયું હતું.

offbeat news national news dehradun