વધુ પડતા જાડા હોવાને કારણે બે જ કલાકમાં નોકરીમાંથી કાઢી મુકાયા

25 January, 2022 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હમીશ ગ્રિફિન નવી નોકરી મળ્યા બાદ પરિવાર સાથે ક્વીન્સલૅન્ડથી તાસ્માનિયા શિફ્ટ થઈ ગયા હતા, પણ નોકરીમાં જોડાયાના બે જ કલાકમાં તેમને કાઢી મુકાતાં તેઓ ઘરવિહોણા બની ગયા હતા. 

વધુ પડતા જાડા હોવાને કારણે બે જ કલાકમાં નોકરીમાંથી કાઢી મુકાયા

ઑસ્ટ્રેલિયાના આ ભાઈને તેમના ઘરથી ૩૨૦૦ કિલોમીટરના અંતરે નવી નોકરીમાં જોડાયાના માત્ર બે જ કલાકમાં નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા, જે માટે વધુ પડતા જાડા હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. 
હમીશ ગ્રિફિન નવી નોકરી મળ્યા બાદ પરિવાર સાથે ક્વીન્સલૅન્ડથી તાસ્માનિયા શિફ્ટ થઈ ગયા હતા, પણ નોકરીમાં જોડાયાના બે જ કલાકમાં તેમને કાઢી મુકાતાં તેઓ ઘરવિહોણા બની ગયા હતા. 
હમીશે દાવો કર્યો હતો કે તેને જ્યારે પાર્કના શેડમાંથી સોફા ખસેડવાનું કામ સોંપ્યા બાદ બિગ4 સ્ટ્રેહાન હૉલિડે રિસૉર્ટના માલિકે આ કામમાં તેનું વધુ પડતું વજન તકલીફદાયક બની શકે એવી ધારણા વ્યક્ત કરી હતી. 
હમીશના પપ્પાએ કહ્યું કે નોકરી પર રાખતી વખતે તેનો ફોટોગ્રાફ જોયો હતો. નોકરી પરથી કાઢી મુકાયા બાદ હમીશે પોતાની ફેસબુક પોસ્ટ પર આ ઘટનાનું વર્ણન કરી દિલ તોડનારો અને શરમજનક અનુભવ ગણાવતાં કહ્યું હતું કે ‘તેમણે મને મારી જાતને પુરવાર કરવાનો મોકો પણ ન આપ્યો અને વધુ પડતું ભારે શરીર હોવાનું કારણ આપીને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. શક્ય છે કે મારા ભારે શરીરને લીધે જો ઈજા થાય તો મારી જવાબદારી ન ઉઠાવવી પડે એ માટે તેમણે મારી સાથે આવું વર્તન કર્યું હોઈ શકે છે. જોકે આ અગાઉ હું નૉર્થવેસ્ટ ક્વીન્સલૅન્ડમાં પાર્ક-મૅનેજરની જ નોકરી કરતો હતો અને ત્યાં મેં આઠ વર્ષ કામ કર્યું છે.’ 

offbeat news