બટર ચિકન ખાવા32 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને ૮૬૬૦૦ રૂપિયાનો દંડ ભર્યો

20 July, 2020 11:07 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

બટર ચિકન ખાવા32 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને ૮૬૬૦૦ રૂપિયાનો દંડ ભર્યો

બટર ચિકન ખાવા32 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને ૮૬૬૦૦ રૂપિયાનો દંડ ભર્યો

ભાવતી વાનગીઓ ખાવાની ઉત્સુકતાના અનેક કિસ્સા જાણવા-સાંભળવા મળે છે. રોગચાળાના લૉકડાઉનમાં લોકો ઘરમાં જે શક્ય હોય એ ખાતાં શીખી ગયા છે, પરંતુ શોખીનોની વાત જુદી હોય છે. ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરના ખાનપાનના શોખીન પોતાને ભાવતું બટર ચિકન ખાવા માટે ૩૨ કિલોમીટરનો પ્રવાસ કરીને તેની ફેવરિટ રેસ્ટોરાં સુધી પહોંચ્યો અને લૉકડાઉનમાં બહાર નીકળવા બદલ ૧૬૫૨ ડૉલર (લગભગ ૮૬,૬૦૦ રૂપિયા)નો દંડ પણ ભર્યો હતો. એ દિવસે પોલીસે લૉકડાઉનનો ભંગ કરવા બદલ ૭૪ જણને પકડ્યા હતા, પરંતુ એમાં બટર ચિકનના શોખીન ભાઈને બાદ કરતાં અન્યો મોટા ભાગના દોસ્તોને મળવા અને દારૂ પીવા માટે બહાર નીકળ્યા હતા.

international news offbeat news